સમગ્ર વિશ્વમાં કોરોનાએ પોતાનું સંક્રમણ ફેલાવ્યું. આનાથી એટલું તો ચોક્કસ કહી શકાય કે જો કોરોનાનું સંક્રમણ વ્યાપક બની શકતું હોય તો માનવે કરુણાનું સંક્રમણ વિશ્વવ્યાપી બનાવવું જોઈએ. વર્તમાન સમયમાં પ્રેમ-સ્નેહ-કરુણાના ભાવને વ્યાપક બનાવવાનો છે, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં અંતિમ એવા નવમા દિવસે, રવિવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧ નિમિત્તે નવ દિવસીય ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થયું. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાયો. વિશાળ સંખ્યામાં ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. રહ્યા. આજના દૈનિક યજમાન શ્રી કિરણ અને મહેશ ઠાકર પરિવાર (લેસ્ટર,યુકે), શ્રી પ્રતિભાબેન અને દિપકભાઈ લાખાણી પરીવાર (લંડન), શ્રી શિવમ અને જયશિવ કોટેચા પરિવાર (લેસ્ટર), શ્રી રમણભાઇ જોગિયા (યુકે),સ્વ.દયાળજીભાઇ રામજી જટાણીયા પરીવાર (લંડન) જેઓ સવારે ZOOM ના માધ્યમથી જોડાયા હતા અને તેમના પ્રતિનિધિરૂપે ઋષિકુમારો દ્વારા આજની સ્થાપન પૂજા સંપન્ન કરવામા આવી હતી. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી થયું. અનેક લોકોએ શ્રીરામ કથા શ્રવણનો લાભ લીધો.

પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે ભગવાન રામચંદ્રજીએ ભરતજીના સદ્ ગુણોને સૌ કોઈ જાણી શકે તે માટે આ પ્રેમયજ્ઞ આદર્યો છે. ભરતજી તો સદ્ ગુણરૂપી આભૂષણ છે, આ સદ્ ગુણને ઉદ્ઘાટિત કરવાની સાથોસાથ ભગવાન શ્રીરામે અવગુણોનું શમન પણ કર્યું છે. શાંતિ, પ્રેમ આ બધા મૂળભૂત સ્વભાવ છે. ભરતજી મહાદેવજીને અભિષેક પણ કરતા હતા. દેવાધિદેવના ત્રણ ગુણો છે, ભરોસો, ભીંજવવું અને ભોળપણ. ભગવાન શિવ કરુણાનિધાન છે અને તેવા જ ગુણો ભરતજીમાં પણ છે. સાધુજનોમાં રહેલા સદ્ ગુણોને પ્રગટ કરવાની કથા એટલે જ રામાયણરૂપી સમુદ્રમંથનની કથા. તેના અંતે ભગવાન સૌને અમરત્વ આપે છે. આપણી પ્રત્યેક ક્રિયા ભગવાન શ્રીરામ પ્રત્યેની અગાધ આસ્થામાં પરિણમે એ જરૂરી છે. ભરતજી એટલે સાધન અને સિદ્ધિનો સમન્વય. ભગવદ્‌ પ્રેમમાં દૃઢ નિષ્ઠા અને સિદ્ધિ જરૂરી છે. રામનું સ્મરણ અને સમર્પણ બન્ને જરૂરી છે. જોકે, પ્રેમ હોય ત્યાં સમર્પણ અને ત્યાગ બન્ને આપોઆપ આવી જાય છે.

શ્રીરામ કથાના અંતિમ દિવસે રામ રાજ્યાભિષેક

શ્રીહરિ મંદિરના ૧૫મા પાટોત્સવ નિમિત્તે માઘ શુક્લ એકમથી પ્રારંભ થયેલી પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીરામકથાના અંતિમ દિવસે કથાપ્રસંગ અનુસાર સાંદીપનિના ઋષિકુમારો દ્વારા શ્રીરામ રાજ્યાભિષેક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને એ સાથે મનોરમ્ય અને ખૂબજ મનમોહક ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. શ્રીરામ રાજ્યાભિષેક ઉત્સવના મનોરથી તરીકે શ્રી વીણાબેન અને પ્રદિપભાઈ ધામેચા પરિવાર (લંડન) તથા શ્રી ચંદ્રિકાબેન અને નરેનભાઇ હાથી (લંડન) એ સેવા આપી હતી. આજે શ્રીરામ કથાના પૂર્ણાહુતિના દિવસે વિશેષ મનોરથી તરીકે કલાબેન જયંતિલાલ વડેરા, સંજય વડેરા, વિપુલ વડેરા અને પરિવાર (માન્ચેસ્ટર) એ સેવા આપી હતી

શ્રીહરિ મંદિરમાં ઝાંખીના દર્શન આ સાથે શ્રી હરિ મંદિરમાં જે પ્રતિદિન શિખર પર ધ્વજારોહણ અને સુંદર સુંદર ઝાંખી સજાવવામાં આવે છે તે ઉપક્રમમાં આજે અંતિમ દિવસે પણ સુંદર અને નયનરમ્ય  શ્રીરામ રાજ્યાભિષેકની ઝાંખી સજાવવામાં આવી હતી જેના મનોરથી તરીકે શ્રી પ્રિતેશભાઇ જોશી અને પરિવાર (લેસ્ટર), શ્રી દેવહુતિ અને મિલેશ બુધિયા (લંડન), શ્રી ઉષાબેન અને રમેશભાઇ જનાણી (મુંબઇ) આપી હતી.

શ્રીરામ યાગ

શ્રીહરિ મંદિરનો ૧૫મા પાટોત્સવના અવસરે નવ દિવસીય શ્રીરામ કથાના પૂર્ણાહુતિના દિવસે પૂજ્ય ભાઇશ્રીના આશીર્વચન સાથે સાંદીપનિ યજ્ઞશાળામાં ૯ કુંડી શ્રીરામ યજ્ઞ સાંદીપના ગુરૂજનો અને ઋષિ તેમજ ઋષિકુમારો દ્વારા સંપન્ન કરાવવામાં આવ્યો હતો. આજના આ નવ કુંડી શ્રીરામયજ્ઞમાં દેશ-વિદેશના કુલ ૨૭ જેટલા મનોરથીઓએ શ્રીરામ યાગનો લાભ લીધો હતો. તેમાં મુખ્ય યજમાન જાગૃતિબેન ભગવતીપ્રસાદ મહેતા પરિવાર રહ્યા હતા. જે યજમાનો પાટોત્સવમાં આવી શક્યા હતા તેના દ્વારા શ્રીરામયાગમાં આહુતિ પ્રદાન થઈ હતી તો અન્ય યજમાનો zoomના માધ્યમથી યજ્ઞમાં જોડાયા હતા અને તેમના પ્રતિનિધિરૂપે શ્રીહરિભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી

પૂજ્ય ભાઇશ્રીના આશીર્વચન

શ્રી હરિમંદિરના પંદરમા પર્વ નિમિત્તે નવદિવસીય રામકથાના નવમા વિશ્રામ દિવસ પર નવકુંડી રામાયજ્ઞનું અહીં સમાપન થયું અને તેમાં ૨૭ની સંખ્યામાં મનોરથીઓએ યાચક બનીને આહુતિ પ્રદાન કરી અને એ દ્વારા ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરી રામ ફક્ત દશરથ નંદન જ નથી,  જે ઘટ ઘટમાં રમી રહ્યા છે એ પરબ્રહ્મ પરમાત્માનું નામ છે – રામ

“राम ब्रह्म परमारथ रूपा अभिगत अलख अनादि अनूपा” જે અભિગત, અલખ છે, અનૂપ છે. એવા પરબ્રહ્મ પરમાત્માને આપણે શ્રી રામ નામથી જાણીએ છીએ. યોગી જેની અંદર રમમાણ છે, રમમાણ એટકે કે મગ્ન છે, લીન છે અને જે બધાના ઘટમાં રમી રહ્યા છે.

एक राम अवधेश कुमारा तिनकर चरित बिदित संसारा । एक राम दशरथ घर डोले एक राम घटोघट बोले । एक राम का सकल पसारा और एक राम है सबसे न्यारा ।। જે વેદ કહે છે કે सर्वतस्पृत्वात्यतिष्ठद्दशाङ्गुलम्, એવા પરબ્રહ્મ પરમાત્માને  આપણે રામના રૂપમાં પરમ ભગવાનની ઉપાસના કરીએ છીએ. અને આજે નવમીના દિવસે, આપણે નવી દિવસની કથાના અંતમાં રામ યજ્ઞ  કર્યો. પાટોત્સવ, ગણેશયાગ, વિષ્ણુયાગ, મહારુદ્રયાગ, ચંડીયાગ વગેરે સંપન્ન યજ્ઞ સંપન્ન થયા છે એમાં આ યજ્ઞશાળામાં બીજી વાર રામયજ્ઞ  કરવામાં આવ્યો હું યજ્ઞના અર્થને એમ માનું છું કે આપણું જીવન યજ્ઞમય હોવું જોઈએ, આ આખું જીવન યજ્ઞ  છે –

यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् આપણી પ્રત્યેક પ્રવૃત્તિ, આપણે આ સમષ્ટિરૂપ યજ્ઞસ્વરૂપ પરમાત્મા છે એની આરાધનાના ભાવથી કરીએ, યાદ રાખજો એ આહુતિ પડી રહી અને એ દ્વારા યજ્ઞસ્વરૂપ પ્રભુની આહુતિ આવી રહી છે. તો આપણું જીવન યજ્ઞમય બને. ઘણીવાર કથામાં પણ સમજવ્યું છે કે આપણે જે ભોજન કરીએ એ પણ યજ્ઞ છે. આપણું શરીર એ જ હવનકુંડ છે અને એમાં જે ખૂબ ભૂખ લાગે છે એ જ તો આગ છે. આપણે કહીએ છીએ

By admin