બગવદર પોલીસ સ્ટેશન દ્વારા દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમો પકડી ધોરણસર કાર્યવાહી કરાઈ હતી.
બગવદર પોલીસ આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણી શાંતીમય વાતાવરણમાં અને ભયમુકત યોજાય તે સારૂ ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ કરનારા ઇસમોને ઝડપી પાડવા આવી પ્રવૃતિ કરનારા ઇસમો ઉપર વોચ રાખી વધુ માં વધુ પ્રોહીબીશનના કેસો કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષકશ મનીન્દર પ્રતાપસિંગ પવારએ સુચના કરેલ જે અન્વયે પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ તથા સ્મિત ગોહિલ સાહેબ, નાયબ પોલીસ અધીક્ષક ગ્રામ્ય ડીવીઝન પોરબંદર દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરવા ધાયા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ બગવદર પોલીસ સ્ટેશન નાઓ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં આવી ગે.કા.દારૂની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ ચુંટણીલક્ષી પેટ્રોલીંગ દરમ્યાન લોકરક્ષક વિજયસિંહ છેલાવડાને મળેલ બાતમીરાહે હકિકત વાળી જગ્યા મજીવાણા ગામના ખારીમાં આવેલ બાવળની કાંટમાં પંચો સાથે રેઇડ કરતા આરોપી બધા અજાભાઇ મોરી ઉવ. ૩૮ રહે. પાસ્તરડી ગામ તા. ભાણવડ જી. દેવભુમી દ્વારકા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ના કન્જામાંથી પાંચ – પાંચ લીટર દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ -૪૦ ભરેલ બાચકા નંગ -૫ દારૂ લીટર -૨૦૦ કિંરૂા . ૪૦૦૦ -નો મળી આવતા કજે કરેલ અને સદરહું દારૂનો જથ્થો રત્ના પોલાભાઇ મોરી રહે. રાણપર વાળા પાસેથી આરોપી બધા અજા મોરી તથા વેજા ભારાભાઇ મોરી રબારી રહે. પાસ્તરડી હાલરહે. મજીવાણા ખારીમાં વાળાએ સંયુકતમાં વેંચાણ કરવા અર્થે મેગાવેલ હોય તમામ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે . તેમજ આ કામેઅન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે તપાસ ચાલુ છે.
સદરહું કામગીરી ઇ ચા PSI એચ.સી.ગોહિલ, તથા HC એચ.વી.કનારા તથા લોકરક્ષક વિજયસિંહ છેલાવડા, સતીષભાઇ જોધાભાઇ. તથા બળદેવભાઇ, સંજયભાઇ મારૂ વાળા વિગેરે બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું.