રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી તરફ જતા માર્ગ પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે
રાણાવાવ અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની રજૂઆતના પગલેે રાણાવાવ નજીક સિમેન્ટ ફેક્ટરી તરફ જતા રસ્તા પર અડધા અજબ રૂપિયાના ખર્ચે ઓવર બ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હોવાના પગલે અહીં વધતી જતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે.
પોરબંદર આદિતયાણા રાણાવાવ રોડ પર રેલવે ઓવરબ્રિજના કામને મંજૂરી અપાઇ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સિદ્ધાંતિક મંજૂરી આપતા 50 કરોડના ખર્ચે આગામી સમયમાં કામ શરૂ કરાશે.
પોરબંદરમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુતિયાણા વિસ્તારના એક લાખ કરતાં વધારે ટી વી યુ ધરાવતા રેલવે ફાટક પર ઓર બ્રિજના કામને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મજૂરી અપાઇ છે. કુતિયાણા વિસ્તારના એક લાખ કરતા વધારે ટીવીયુ ધરાવતા રેલવે ફાટક પર આગામી સમયમાં રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 50 ટકા અને ભારત સરકારના રેલવે વિભાગ દ્વારા 50 ટકાનો ખર્ચ કરી નવીન રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવશે. આમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને અડધોઅડધ ખર્ચ કરી સુવિધા પૂરી પાડશે. ચાલુ વર્ષના બજેટ અન્વયે તબકકાવાર કામગીરી કરવા માટે સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. અને તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં પણ જણાવી દેવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી દ્વારા પોરબંદર આદિત્યાણા થી રાણાવાવ રોડ પર ઓવરબ્રિજના કામને મંજૂરી અપાતા અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે કામ શરૂ કરવામાં આવશે. અને લોકોને પણ વધુ એક સારી સુવિધાનો લાભ મળી રહેશે. રેલવે ઓવરબ્રિજનું નવનિર્માણ થયા બાદ અહીંથી પસાર થતા વાહનચાલકોને ટ્રેન પસાર થતી હોય તે સમય દરમિયાન લાંબા સમય સુધી ટ્રેન પસાર થતી હોય તેની રાહ જોવી પડતી હોય અને સમયનો વેડફાટ થઈ રહ્યો હતો જેનાથી છુટકારો મળશે. જેથી સ્થાનિકો સહીતના લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સિમેન્ટ ફેક્ટરી તરફ જતાં માર્ગ પર દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી. અને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની 50 ટકા ગ્રાન્ટ અને કેન્દ્ર સરકારના રેલવે વિભાગની 50% ગ્રાન્ડના સહયોગથી આગામી સમયમાં રેલવે ઓવર બ્રીજનું નિર્માણ થશે. જેથી સ્થાનિકોએ પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.