ગુમ થયેલ સ્ત્રીની, ગણત્રીની કલાકોમાં શોધી કાઢી (૧૮ દિવસથી ગુમ)

૧૮ દિવસ થી ગુમ થયેલ સ્ત્રીની જાહેરાત મળતા ગણત્રીની કલાકોમાં રાજકોટ ખાતેથી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરાઇ

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ દ્વારા ગુમ, અપહરણ થયેલા બાળકો, સ્ત્રીઓને શોધી કાઢવા સુચના કરવામાં આવતા પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ દ્વારા જિલ્લાના આવા ગુમ , અપહરણ થયેલ બાળકો સ્ત્રીઓને શોધી કાઢવા માટે હુકમ કરતા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે . સી.કોઠીયા સાહેબ તથા કીર્તિમંદિર પો.સ્ટે.નાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ.આહિર સાહેબના માર્ગદર્શન મુજબ ગુમ, અપહરણ થયેલા બાળકો ,સ્ત્રીઓને શોધી કાઢવા માટે કામગીરી સોપવામાં આવેલ જે અન્વયે કીર્તિમંદિર પો.સ્ટે.નાં પો.સબ.ઇન્સ. આર.એલ.મકવાણા દ્વારા ડી – સ્ટાફની ટીમ તૈયાર કરી ગુમ, અપહરણ થયેલ બાળકો ,સ્ત્રીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ દરમ્યાન પો.હેડ.કોન્સ.એમ.કે.માવદીયા તથા લોકરક્ષક ભરત નાથાભાઈ શીગરખીયાને બાતમીરાહે હકિકત મળેલ કે

આજથી આશરે ૧૮ દિવસ પહેલા ગુમ થનાર હર્ષાબેન વા/ઓ રોહીત રસિકભાઈ જાદવ ઉ.વ .૨૩ રહે શીંગડા ગામ વાછરાડાડાના મંદિર પાસે , તા.બે.બગવદર, તા.જી.પોરબંદર વાળી તા 1, ફેબ્રુઆરીના રોજ સવારના અગીયારેક વાગ્યે પોરબંદર દવા લેવા માટે આવેલ ત્યારે હોસ્પીટલેથી તેની સાસુને સોડા પીવા જવાનું કહી જતા રહેલ અને તે બાબતે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવાજોગ ના દાખલ હોય તે ગુમ થનાર સ્ત્રી રાજકોટ ખાતે રહેતા હોવાની હકિકત મળતા કીર્તિમંદિર પો.સ્ટે. ડી – સ્ટાફ ની ટીમ રવાના કરી રાજકોટ ખાતે તપાસ કરાવતા રાજકોટ ઈન્દીરા સર્કલ પાસે થી ગુમ થનાર સ્ત્રી મળી આવતા તેની પુછપરછ કરી નિવેદન લેતા પોતે લાલજી ઉર્ફે લાલો સુરેશભાઇ લાડવા જાતે પ્રજાપતિ ઉ.વ.રપ ધંધો સુથારી કામ રહે.તરસાઇ ગામ ગરબીચોક રામમંદિર પાસે તા.જામજોધપુર જી.જામનગર હાલ રાજકોટ સાધુ વાસ્વાની રોડ શાક માર્કેટ સામે RMC કવાર્ટરવાળા સાથે પ્રેમસબંધ થતાં પોતાના સાસુને સોડા પીવા જવાનું કહી લાલજી ઉર્ફે લાલો સુરેશભાઇ લાડવા વાળા સાથે રાજકોટ રહેવા લાગેલ હોવાની હકિકત જણાવેલ અને પોતે લાલજી ઉર્ફે લાલો સુરેશભાઇ લાડવા રહે.રાજકોટ વાળા સાથે જ રહેવા માગે છે.

શીંગડા ગામે પોતાના પતિના ઘરે જવાની ના પાડતા હોય વિ.વારનું નિવેદન લખાવતા લખી લઈ ગુમ તપાસના કાગળો ફાઇલ કરવાની કાર્યવાહી કરેલ છે. આમ ૧૮ દિવસથી ગુમ સ્ત્રીને શોધી કાઢી પ્રસંનીય કામગીરી કીર્તિમંદિર પો.સ્ટે. ડી – સ્ટાફ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. સદરહું કામગીરી PI એચ.એલ.આહિર તથા PSI, આર.એલ.મકવાણા તથા HC મુકેશ કે.માવદીયા, બી.પીકારેણા તથા PC ભરત શીંગરખીયા, ભીમાભાઇ ઓડેદરા, અરવિંદ કાનાભાઈ શામળા દ્વારા કરવામાં આવેલ છે

મહિલાઓ પાસેથી દારૂ સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી

desi daru
File Photo

ધરમપુરના પાટિયા પાસે રહેતી બુધીબેન મેઘા ઘોડાના દંંગામાંથી દારૂની કોથળી સહી 320 મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. કડિયા પ્લોટ હાઉસિંગ બોર્ડ કોલોનીના ખાડી કાંઠે રહેતી મંજૂ ધીરુ ગોહિલને પણ તેના મકાનેથી દારૂની 9 કોથળી સહિત 180 ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી હતી.

બગવદર પોલીસે નેશ વિસ્તારના યુવાનને દારૂનીબોટલ સાથે ઝડપી પાડયો

daru
પ્રતીકાત્મક ફોટોગ્રાફ

પોરબંદર નજીક બાવળવાવ ગામની સિહજર વિસ્તારમાં રહેતા એક યુવાન વિસ્કીની બે બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે યુવાનને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. સિંહજરમાં રહેતો અને માલધારીનો વ્યવસાય કરતો રાજુ કાના કટારા નામનો યુવાન વિસ્કીની બે બોટલ સહિત આઠ સો રૂપિયાનો મુદ્દામાલ લઈ બાવળવાવ તરફ જતો હતો ત્યારે રસ્તે થી નીકળ્યો હોય અને આ સમયે પોલીસ ત્રાટકી હતી. બગવદર પોલીસે દારૂની બે બોટલ સાથે યુવાનને ઝડપી પાડયો હતો.