પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

ટ્રેન નંબર 09204/09203 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન

ટ્રેન નંબર 09204 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક સ્પેશિયલ પોરબંદરથી 23 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવારે 00:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 08.20 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09203 સિકંદરાબાદ-પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ તા.24 ફેબ્રુઆરી, 2021 થી દર બુધવારે સિકંદરાબાદથી 15:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 22.05 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન રૂટમાં, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બોઇસર, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ જં., પૂણે, દૌંડ જં., સોલાપુર જંકશન, કલબુર્ગી, વાડી, તંદૂર અને બેગમપેટ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનનું બુકિંગ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર 20 ફેબ્રુઆરી, 2021 થી શરૂ થશે. યાત્રી ઉપરોક્ત વિશેષ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.

By admin