ગેંગસ્ટરના વિશ્વાસુ પી.એ. રહેલા બનશે ભાજપના સાંસદ

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021 : પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગીદાર બનાવનારા રામભાઈ દેશની સૌથી મોટા કુરીયર્સ કંપનીના માલિક છે. બિલ્ડર છે, હોટેલિયર અને જમીનદાન પણ છે. જેમની બધી સંપત્તિ અબજો રૂપિયાથી વધું હોઈ શકે છે. નરેન્દ્ર મોદીએ 2012માં રામભાઈને પોરબંદર છોડીને રાજકોટમાં આશ્રય લેવા માટે ફરજ પાડી હતી. તે હવે મોદીની સાથે દિલ્હીમાં કામ કરશે.

ગેંગસ્ટરના ખાસ માણસ

રામભાઈની છાપ આજે ભલે સારા માણસ તરીકેની હોય પણ તેઓ એક દિવસ પોરબંદરની ખતરનાક ગેંગ સરમણ મુંજાની સાથે જોડાયેલા હતા. તેઓ સરમણના ચૂસ્ત કાર્યકર હતા. સરમણના મોત પછી તેમના પત્ની સંતોકબેન પણ પોરબંદર અને રાજકોટ અને અમદાવાદ સુધી ગેંગ ઓપરેટ કરતાં હતા ત્યારે 1990માં રામભાઈ તેમના અંગત મદદનીશ હતા.

સંતોકબેને મદદ કરી

પોરબંદર નજીકના ઘેડ વિસ્તારના ભડ ગામના વતની છે. અહીં વારેવારે પૂર આવે છે. કારણ કે તે સમુદ્રની સપાટી બરાબર વિસ્તાર છે. 1983માં  પુર હોનારતમાં ઘર તૂટી ગયું હતું. રામભાઇ મોકરીયા કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાસ છોડવો પડયો હતો. ગરીબ બ્રાહ્મણ કુટુંબ હતું. કોલેજમાં ભણવા પોરબંદર આવ્યા હતા. સરમણના મોત પછી સંતોકબેને તેની ગેંગ ઓપરેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે તેમની ધંધામાં મદદરૂપ થવા માટે રામભાઈને અંગત મદદનીશ તરીકે નોકરીએ રાખ્યા હતા. સંતોકબેન ધારાસભ્ય બન્યા હતા. તે સમયે રામભાઈ પોરબંદરમાં પોતાની ફોટો કોપીની દુકાન ચલાવતાં હતા. સાથે અંગત મદદનીશની પણ ભૂમિકા ભજવતાં હતા. ફોટો કોપીની દુકાનમાં જ રામભાઈએ આંગળીયાની શરૂઆત કરી હતી. સંતોકબેને કુરીયરનો ધંધો વધારવા માટે મદદ કરી હતી. પછી તેમણે પાછું વળીને જોયું નથી. તેઓ પછી સ્વતંત્ર થઈને કામ કરવા લાગ્યા હતા.

બધા ભાગીદાર છૂટા કર્યા

બીજાની કુરીયર સર્વિસમાં ફ્રેંચાઈજી કરી હતી. પછીથી તે કુરીયર્સ પોતાની કરી લીધી. સંતોકબેને તેમને ઘણી મદદ કરી હતી. તેમણે સંતોકબેનને મદદ કરી હતી. રામભાઈની કુરીસર્સ સાથે 5 જેટલાં ભાગીદાર હતા. મારૂતી કુરીયરના અસલી ભાગીદાર વચ્ચે વિખવાદ થયા હતા.

સંતોકબેનની મદદથી મારૂતીના એમડી બની ગયા હતા.

તેમાં એક પછી એક બધાને કોઈ કારણો આપીને છૂટા કરી દીધા હતા. આ તમામે પોતાની કુરીયર્સ સર્વિસ શરૂ કરી છે. મારૂતીનંદન અને બીજા કુરીયર્સ હવે રામભાઈ કરતાં અડધા દરે ટપાલ સેવા આપે છે. રામભાઈના ધંધાને તેમના ભાગીદાર પડકાર આપી રહ્યાં છે. રૂપિયા 400 કરોડના ટર્નઓવર સાથે ભારતમાં 2600 અને વિદેશમાં 22 કચેરી સાથે 7 હજાર લોકોને તેમની કંપનીમાં કામ કરે છે. સંતોકબેનની મદદથી તેઓ મારૂતી કુરિયર્સ કંપનીના એમડી બની શક્યા હતા.

61 વર્ષના રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.  તેઓ ખેતી સાથે પણ સંકળાયેલા છે, ખેડૂત ખાતેદાર છે. પુત્ર મૌલીક ટ્રાન્સપોર્ટનો ધંધો કચ્છમાં સંભાળે છે.

એક માંથી 5 કુરીયર

અમદાવાદના પાલડીમાં મારૂતી હોટેલના માલિક જીવનભાઈ ભોગાયતા પોરબંદરના બ્રાહ્મણ છે. તેઓ રામભાઈ સાથે ધંધામાં હતા. અંજની કુરીયાર, મારૂતી નંદન કુરીયર, તિરૂપતી કુરીયર અને બાલાજી કુરીયર એમ પાંચ ભાગીદારો તેમાંથી છૂટા થયા અને પછી તેમણે મારૂતી કુરીયર ઉપર પૂર્ણ કબજો મેળવી લીધો હતો. બધા જ ભાગીદારો પોરબંદરના બ્રાહ્મણ પરિવારના હતા.

ભાજપમાં આવ્યા

2090માં અપક્ષ ધારાસભ્ય સંતોકબેનના પીએ હતા ત્યારે જનતાદળની ચીમનભાઈ પટેલની સરકાર હતી. 90-95માં તેઓ અનેક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા. પૂર્વ મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન છબીલ પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સંપર્કમાં આવ્યા હતા. જનતાદળ અને ભાજપની સરકાર 1995 પછી ન રહી. સત્તા ન રહેતા તેઓ 1995માં રાજકોટ આવી ગયા હતા. ભાજપના શુભેચ્છક રહ્યા છે.

તેઓ ખરેખર સંઘમાં હતા ખરા ?

1978માં તેઓ જનસંઘમાં હોવાનો દાવો કરે છે. તેઓ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે પણ જોડાયા હતા. 1985માં મારૂતી કુરીયર શરૂ કરી હતી. તેઓ 1976થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરીષદ સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે. તો પછી તેઓ ગેંગ સ્ટર સાથે શું કરતાં હતા. 1989 નગરપાલિકામાં કાઉન્સિલર કયા પક્ષના હતા.  એવો સવાલ પોરબંદરમાં પૂછાય રહ્યો છે.

રૂપાણી અને વાળા સાથે સૌથી સારા સંબંઘો

તેઓ રાજકોટ આવતાં હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે સારા સંબંધો હતા. નાણાં પ્રધાન અને હાલના રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે બહુ સારા સંબંઘ રહ્યાં હતા. 2006માં ગાંધીનગની કુરીયર્સ ઓફિસનું ઉદઘાટન હતું, ત્યારે અમિત શાહ, ભૂપેન્દ્ર ચૂડાસમા સાથે હતા. 2002માં નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડીને બીજી વખત નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ તેમના ઘરે 2002ની ચૂંટણીમાં રોકાતા હતા. પછી મોદી સાથે પણ સારા સંબંધો રહ્યાં છે.

રાજકાણનો ચસ્કો

2007માં તેઓ ધારાસભાની ચૂંટણી લડવા માંગતા હતા. પણ લડી શક્યા નહીં. 2012માં પણ તેઓ ભાજપથી ચૂંટણી લડવા માંગતા હતા. પણ નરેન્દ્ર મોદી બાબુભાઈ બોખીરીયાને ચૂંટણી લડાવીને ગુજરાતના મજબૂત નેતા અને નરેન્દ્ર મોદીના હરીફ અર્જુન મોઢવાડિયાને હરાવવા માંગતા હતા. બાબુ બોખિરીયા અને રામભાઈ બન્ને રાજકીય હરીફ હતા. 2012માં મોદીએ રામભાઈને ટિકિટ ન આપી પણ પોરબંદર છોડીને રાજકોટમાં જ રહેવાની ફરજ પાડી હતી. કારણ કે રામભાઈ બોખીરીયાને હરાવવા માંગતા હતા. અર્જુન મોઢવાડીયાને છૂપી રીતે મદદ કરવા માંગતા હતા. કેટલાંક મેર ઉમેદવારો પણ તેમણે પૈસા આપીને ઊભા રાખ્યા હતા. જેની જાણ મોદીને થઈ ગઈ હતી. તેથી પોરબંદરમાં પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. આખરે મોદીએ પોતાના હરીફ એવા મોઢવાડીયાને હરાવવામાં સફળતા મેળવી હતી. 2017માં પણ બાબુ બોખીરીયા ધારાસભ્ય બન્યા હતા. તો રામભાઈ હારી જાત અને અર્જૂન મોઢવાડિયા જીતી જાત. રામભાઈ સાથે પોરબંદર ભાજપ ક્યારેય સાથે રહ્યું નથી. પોરબંદર ભાજપમાં તેમનો વિરોધ કરનારા ઘણાં છે. આમેય જો તેમને ટિકિટ મળી હોત તો રામભાઈ પોરબંદરમાં જીતી શક્યા ન હોત. 2019માં લોકસભાની પોરબંદર બેઠક પર લડવા માંગતા હતા.

હવે તેઓ વગર ચૂંટણીએ ભાજપના ધારાસભ્યોના મતથી રાજ્યસભાના સભ્ય બનીને દિલ્હી જશે.

મોદી ફેમિલીના સોમાભાઈ સાથે સારા સંબંધો રહ્યાં હતા. મોદીને 2002માં રાજકોટમાં જીતાડવા માટે મદદ કરી હતી.

પાટીલ ફળ્યા

વિજય રૂપાણી અને વાળા સાથે સારા સંબંધો છે. પાટીલ સાથે તેમણે બીજી તાકાતથી ટિકિટ મેળવવા સમજાવી શક્યા હતા. કારણ કે રામભાઈને સંઘ સાથે કોઈ સંબંધો નથી. પાયાના કાર્યકર તરીકે તેમણે કામ કર્યું નથી. પણ તેઓ ભાજપને સારું એવું ચૂંટણી ફંડ આપતાં રહ્યાં છે. તેઓ હાર્ડવર્કર નહીં પણ નેટવર્કના માણસ છે. આ વખતે નીતિન ભારદ્વાજને ટિકિટ મળવાની હતી. પણ મળી શકી નહીં. પાટીલ તેમને ટિકિટ અપાવવામાં સફળ રહ્યાં છે.

સારા સંબંધો

પ્રવિણ કોટક, ભાવસિંહ રાઠોડ, પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, રૂપાણી તેમની સાથે ઘણી રીતે છે. તેમનો વ્યવસાય અને સંપત્તિ અબજો રૂપિયાની છે.

આ બુદ્ધિજીવીને ટિકિટ કેમ નહીં

રાજ્યસભામાં ટેકનોક્રેટ અને શ્રેષ્ઠ વિચારકોને લઈ જવા જોઈતા હતા. જયનારાય વ્યાસ, હરિન પાઠક, મહેન્દ્ર ત્રિવેદી, જેવા શ્રેષ્ઠ કાર્યકરોને ટિકિટ ન મળી. વિજય થાનકી નગરપાલિકામાં વર્ષો સુધી ચૂંટાયા હતા. પ્રદેશ સંગઠનમાં 50 વર્ષથી કામ કરે છે. પેઢીઓ સંઘ સાથે જોડાયેલી છે. તેમને ટિકિટ આપવી જોઈએ એવું પક્ષ માને છે. પોરબંદર બહાર રહેનારાઓને ટિકિટ ન આપવી જોઈએ એવું ઘણાં લોકો માને છે. તેમણે બાબુ બોખિરીયા સામે ક્યારેય કામ કર્યું નથી. રામભાઈ પોરબંદર ભાજપ અને પ્રદેશ કારોબારી સભ્ય હતા.  રાજકોટમાં જનકલ્યાણ વસાહતમાં રહે છે.

સંતોકબેનને પણ તરછોડી દીધા

સરમણ મુંજાના અંગત માણસ હતા. છતાં સંતોકબેનનો નબળો સમય આવ્યો એટલે તેઓ તેમને છોડી દીધા હતા. પછી તેઓ કાંધલ સરમણ જાડેજા સાથે પણ સંબંધો ઓછા કરી નાંખ્યા હતા. ભાજપમાં તેઓ જતાં રહ્યાં હતા. પછી તેમનો ધંધો કરોડોના ટર્નઓવર સુધી પહોંચી ગયો હતો. રાજકોટના અકિલાના તંત્રી કિરીટભાઈ ગણાત્રાએ પણ પોરબંદરમાં સમાધાન કરાવી મોદીને 2012માં મદદ કરી હતી. પ્રવિણ કોટકે પણ ઘણી મદદ કરી હતી.  તેમને એક દિકરી અને બે  દિકરા છે.

ભાજપની નહીં કાંધલની મદદ લીધી

પછી કાંધલ જાડેજા ફરી એક વખત મજબૂત થતાં તેમની સાથે સંબંધો આર્થિક રીતે સુધારી લીધા હતા. 2017માં તેમનું ઓડિયો રેકોર્ડીંગ વાયરલ થયું હતું હતું અને તેઓ વિવાદમાં આવ્યા હતા. મેર સામાજે રોષે ભરાઈને પોરબંદરની તેમને હાર્મની હોટેલમાં ભારે તોડફોડ કરી હતી. ત્યાર પછી તેઓએ ભાજપની મદદ લેવાના બદલે કાંધલ જાડેજાની મદદ લીધી હતી. અને મેર સમાજનો આક્રોશ ઓછો કરાવવામાં કાંધલે મદદ કરી હતી. હોટેલ પર પોલીસ પહેરો ગોઠવવો પડ્યો હતો. 19 સપ્ટેમ્બર 2014માં તેમને મારી નાંખવાની ધમકી રાજકોટમાં આપવામાં આવી હતી. કાંધલના કારણે ફરીથી તેઓ સુરક્ષામાં આવી ગયા હતા.

બ્રાહ્મણ પરિવાર

અબોટી બ્રામણ છે. પણ પોરબંદરના બરડાઈ કે ઝાડાવાડી બ્રાહ્મણ તરીકે સ્વિકારતાં નથી. પોરબંદર જિલ્લામાં તેમની બહુ 15 હજાર લોકોનો વસતી છે. મારૂતી કુરીયરમાં મોટા ભાગે અબોટી બ્રાહ્મણ વફાદારીથી નોકરી કરે છે.

પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ