ખારવા સમાજના અગ્રણી હીરાલાલ જુંગી દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી

પોરબંદર શહેરમાં sitala ચોક ખાતે વર્ષો જૂનું ગણપતિજીનું મંદિર આવેલું છે અને આ મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ખારવા સમાજના અગ્રણી હીરાલાલ જુંગી દ્વારા વધુ એક વખત ગણપતિજીના મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગણેશ ચતુર્થી નિમિત્તે બટુક ભોજન તેમજ કેક કાપી ગણેશ ચતુર્થીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. અને ભક્તજનોએ ગણેશજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 27 વર્ષથી દર વર્ષે અહીં પાંચ દિવસ સુધી ધૂમધામપૂર્વક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે. ગણેશ ચતુર્થી નિમિત્તે પાંચ દિવસ સુધી સતત ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ચાલુ વર્ષ દરમિયાન કોરોનાવાયરસની મહામારીના કારણે કાર્યક્રમ ટૂંકાવી નાખવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.