પોરબંદર : બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા પ્રસિદ્ધ ગાયક પ્રણય રાવલનું સન્માન

પોરબંદરમાં બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા પ્રસિદ્ધ ગાયક કલાકારનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાવાયરસની મહામારીમાં સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી અવારનવાર ભજન કીર્તન અને સત્સંગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ગાયન સ્પર્ધાનું પણ આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રણય રાવલે કૃષ્ણ ભક્તિ ગીત ગાયને પ્રથમ સ્થાન મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જેથી સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર દ્વારા ગાયક કલાકારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.