પંચાયતોની ચૂંટણીમાં ખેડૂત આંદોલન ભાજપની જીતની બાજી ઊંધી વાળશે

  • – ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપે પરસેવો પાડવાની નોબત
  • – મોંઘવારી, બેકારી સહિતના પ્રશ્નોને લીધે ભાજપ બેકફુટ પર રહેવા મજબૂર, ગ્રામ્ય મતદારોને રિઝવવા મુશ્કેલ બન્યું

સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જોરદાર દેખાવ કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. શહેરોમાં તો હજુ ભાજપનો રાજકીય દબદબો યાૃથાવત રહે તેવુ ચિત્ર લાગી રહ્યુ છે પણ આ વખતે પંચાયતોની ચૂંટણીમાં ખેડૂતોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે.

ખુદ ભાજપને ય એ વાતનો ડર પેઠો છેકે, કૃષિ કાયદાના વિરોાૃધમાં છેલ્લા 80 દિવસાૃથી ચાલી રહેલું ખેડૂત આંદોલન ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીમાં ભાજપની ગણતરી ઉંાૃધી પાડી શકે છે. અમદાવાદ સહિતના શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો ભાજપ બાજી મારી જશે તેમાં શંકાને સૃથાન નાૃથી પણ ગામડાઓમાં હજુય મતદારો ભાજપ સરકારાૃથી ખુશ નાૃથી.

ખુદ ભાજપના આંતરિક સર્વેમાં જ આ વાત બહાર આવી છેકે, ગામડાઓમાં ખેડૂત-મધ્યમ વર્ગની સમસ્યાને લીાૃધે ભાજપ આક્રમક પ્રચાર કરી શકે તેમ નાૃથી. પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોચ્યાં છે. કોરોનાને લીાૃધે ગામડાઓમાં હજુય આિાૃર્થક મંદીનો માહોલ છે.

લોકોના  રોજગાર હજુય ડામાડોળ છે જેના લીાૃધે ગ્રામ્ય વિસ્તારની જનતા ભાજપાૃથી ભારોભાર નારાજ છે. આ પરિસિૃથતીને પગલે ગામડાઓના મતદારોને રિઝવવા ભાજપ માટે અઘરુ બન્યુ છે.

આ ઉપરાંત કૃષિ કાયદાના વિરોાૃધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે જેના પ્રત્યે ગુજરાતના ખેડૂતોની ય ભારોભાર સહાનુભૂતિ છે. કેટલાંય ખેડૂતો ભાજપ સરકારની નારાજગી અને પોલીસની બાજનજર ચૂકવીને દિલ્હી બોર્ડર જઇ આંદોલનમાં ભાગ લઇ આવ્યાં છે.ખેડૂત આંદોલનને પગલે પંચાયતોની ચૂંટણીમાં ભાજપને ફટકો પડી શકે છે.

તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાવાની ઇચ્છા અધુરી રહી શકે છે કેમકે, નારાજ ખેડૂતો આપ આૃથવા કોંગ્રેસને મત આપે તેમ છે.  ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર ઝાઝુ ધ્યાન આપી શકી નાૃથી પરિણામે ખેડૂતો હવે મતના માધ્યમાૃથી ભાજપ સરકારને પાઠ ભણાવવાના મૂડમાં છે એટલે જ પંચાયતોના પરિણામો વિપરીત આવે તો નવાઇ નહીં.