રાણાવાવના આદિત્યાણા થી લઈ આવેલ દેશી દારૂના જથ્થા સહિત 38500ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
પોરબંદર પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ખારવાવાડ વિસ્તારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો હતો. પોરબંદર જિલ્લા પોલીસ વડા દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવાની સુચના અપાતા પોરબંદર એલસીબીની ટીમે ખારવાવાડ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. ગેરકાયદેસર વગર પાસ પરમીટે દેશી દારૂ રૂપિયા 3500 ની કિંમતનો 175 લીટરનો જથથો, એક બાઇક સહિતના મુદ્દામાલ સાથે 1 શખ્સને પકડી પાડયો હતો. ખારવાવાડના હોળી ચકલા પાસે રહેતા હિતેશ ઉર્ફેે કાલુ પ્રવીણ પાંજરીને 3500 રૂપિયા ના દેશી દારૂના જથ્થા અને મોટરસાયકલ મળી કુલ 38500 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો રાણાવાવના આદિત્યના નવાપરામાં રહેતા રમેશ રામા કોડિયાતર પાસેથી લઈ આવી નાગરવાડા વિસ્તારમાં રહેતા દિવાળીબેન અને ખારવાવાડ વિસ્તારમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે બેદલો પ્રેમજી ભરડાને આપવા જતો હોવાનું જણાવ્યું હતું. આમ પોરબંદરનાં કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.