પોરબંદર કિર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી નગરપાલિકા ચૂંટણી અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ એરીયા તથા મોહલ્લા વિઝીટ કરવામાં આવી હતી. આગામી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ આહિર તથા તેમના સ્ટાફે દ્વારા કિર્તીમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરીયા ડોમિનેટ તથા મોહલ્લા વિઝીટ અને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ઈંગ્લીશ દારૂનો તથા દેશી દારૂના કેસો કરવામાં આવ્યા હતા. અને કિર્તિ મંદિર વિસ્તારમાં લોકોને આગામી નગરપાલિકા ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલ કોરોનાવાયરસની મહામારીના કારણે સંક્રમણ અને સંભાવના રહેલી હોય જેથી કોરોનાવાયરસ સંક્રમણ અટકાવવા અંગે ફરજિયાત માસ્ક પહેરવા તથા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને સેનીટાઇઝર થી હાથ અવારનવાર સાફ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વધુમાં વધુ હેન્ડ વોચનો ઉપયોગ કરવા વગેરે અંગે અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

By admin