તરબુચ અને લીલા નાળિયેર પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવી કરાયો નવતર પ્રયોગ

પોરબંદર તા.૧૨, પોરબંદરના લોકોમાં મતદાન કરવાના મહત્વ વિશે જાગૃતિ આવે એ હેતુથી સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક નવતર પ્રયોગમાં તરબુચ અને લીલા નારિયળ જેવા  ફળ પર મતદાન જાગૃતિ અંગે સ્ટીકર લગાવી લોકોમાં મતદાન જાગૃતિ વિશે આકર્ષણ જાગે અને જાગૃતિ આવે તે માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ફળનાં વેપારી ભાઈઓએ મતદાન જાગૃતિ અંગે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તરબુચના વેપારી જયેશભાઈ, રોહિતભાઈ, મુળુભાઇ વગેરે કહ્યું કે અમે મતદાન કરીશું અને બીજા લોકોને પણ મતદાન કરવા પ્રેરીશું. આમ પોરબંદર જિલ્લા તંત્ર દ્રારા સ્વીપની કામગીરી કરવામા આવી રહી છે.