રજીસ્ટર કરતાં પહેલાં કોઇપણ મત બદલાવી પણ શકાય છે

  • – મનપા, પાલિકા ચૂંટણીના ઇવીએમની વિશિષ્ટતા
  • – ચૂંટણી ફરજ પરના હજારો કર્મચારીઓ ઇવીએમથી નહીં પણ મત પત્રકોથી કરશે મતદાન

લોકસભા, વિધાનસભા ઉપરાંત તાલુકા – જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ મતદાર કોઇ ઉમેદવારના નામ સામેનું બટન દબાવી દે પછી ફેરબદલને અવકાશ રહેતો નથી, જ્યારે પાલિકા – મહાપાલિકા ચૂંટણીમાં રજીસ્ટ્રેશન બટન દબાવતા પહેલાં વિચાર બદલે તો મતદાર પોતે આપેલો મત ફેરવી પણ શકશે. આ સગવડ આ ચૂંટણી માટેના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને અને મહત્તમ ચાર મતોની જોગવાઇને આભારી ગણી શકાય!

મહાપાલિકા ચૂંટણીમાં આગામી તા. ૨૧મીએ મતદાન યોજાશે. કોઇ પણ મતદાર તેમાં પોતાના વોર્ડના ઉમેદવારોમાંથી એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર ઉમેદવારને પોતાનો મત   જો વિચાર બદલે ઉમેદવારને મત આપવો છે, તો ‘નોટા’ ફરી દબાવવાથી તે લેમ્પ ઓફ થઇ જશે અને કોઇ પણ ઉમેદવારને મત આપી શકાશે. ઉક્ત તમામ વિકલ્પોમાં સામાન પણે લાગુ પડતી એક બાબત એ છે કે રજીસ્ટ્રેશન બટન દબાવી દીધા બાદ કશો ફેરબદલ નથી થઇ શકતો.

ઇવીએમના બદલે મત પત્રકોથી ચૂંટણી માટે દાદ માગતી અરજી પર કાનુની પ્રક્રિયા હજુ ચાલી રહી છે ત્યારે સર્વવિદિત પરંતુ નોંધપાત્ર બાબત મુજબ, ચૂંટણી ફરજ પરના હજારો કર્મચારીઓનું મતદાન તો આ આપી શકે છે. આ રીતે મરજી મુજબની સંખ્યામાંથી કોઇ એક સંખ્યામાં મત માટે વાદળી બટન દબાવ્યા બાદ રજીસ્ટ્રેશન બટન પ્રેસ કર્યે મત (અથવા મતો) પડી ગયા ગણાય. પરંતુ, રજીસ્ટ્રેશન પહેલાં જો મતદારનો વિચાર બદલે કે તેને ‘ખ’ નામના ઉમેદવારને આપેલો મત બદલીને ‘ગ’ને આપવો છે, તો ‘ખ’ સામેનું બટન ફરી વાર પ્રેસ કરવાથી તેનાં નામનો લેમ્પ ઓફ થઇ જશે અને ‘ગ’નું બટન દબાવ્યે તે લેમ્પ ઓન થઇ જશે. બાદમાં નિર્ણય ફાયનલ કર્યે રજીસ્ટર બટન દબાવી દેવાનું રહેશે.

નામાવલિ પૈકી કોઇ એકને’ય મત આપી દીધો તો પછી ‘નોટો’ ક્લિક નહીં થાય, પરંતુ સીધું જ ‘નોટો’ બટન દબાવ્યા બાદ ચૂંટણીમાં મત પત્રકો થકી જ થશે કેમ કે ઇલેક્શન ડયૂટી સર્ટીફિકેટ (ઇ.ડી.સી.) પર પોલિંગ સ્ટાફ પોતાના ચૂંટણી ફરજવાળા સ્થળે જ ઇવીએમમાં મતદાન કરી શકે એવું લોકસભા – વિધાનસભા ચૂંટણીમાં જ બની શકે છે, મનપા ચૂંટણીમાં વોર્ડ બદલે એમ ઉમેદવારો બદલી જતા હોવાથી પોલિંગ સ્ટાફ મોટે ભાગે પોસ્ટલ બેલેટથી જ મતદાન કરતો હોય છે. રાજકોટમાં આવા પાંચે’ક હજાર મતો મેન્યુઅલ આવી શકે છે. તેમને તા. ૧૨ થી ૧૭માં પોસ્ટલ બેલેટ અપાશે. ઉપરાંત, ૧૭૩ સર્વિસ વોટરને પોસ્ટલ બેલેટ રવાના કરી દેવામાં આવ્યા છે.