પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાની ર8મી ફેબ્રુઆરીએ યોજાનારી ચુંટણીમાં  ભાજપમાંથી 398 જેટલા લોકો ચુંટણી લડવા ઇચ્છુક છે ત્યારે અનેક આગેવાનોના પત્તા કપાશે અને અનેક નવા ચહેરાઓ આવે તેવી શકયતા જણાઇ રહી છે તો હોદો ધરાવનારાને ટીકીટ નહીં મળે તેવા નિર્ણયને લીધે પણ અમુક હોદેદારો રાજીનામા આપી દે તેવી શકયતા જણાઇ રહી છે.

ભાજપમાંથી 398ની દાવેદારી
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચુુંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્‌યારે પોરબંદર-છાયા નગરપાલિકા ચુંટણીમાં આ વખતે રાજકીય પક્ષમાં ભાજપમાં 398 ઉમેદવારોએ ફોર્મ ભયર્િ છે. બન્ને પક્ષના ઉમેદવારો એકાદ-બે દિવસમાં થશે જાહેર અને કોંગ્રેસ દ્વારા પણ યુવાનો સહિત જુના અનુભવીઓને તક આપવાની તૈયારીઓ ચાલુ છે ત્યારે આગામી બે દિવસની અંદર જ ભાજપ અને કોંગ્રેસના બન્નેના પર ઉમેદવારોનું લીસ્ટ જાહેર થશે.

અનેકના પત્તા કપાશે
પોરબંદર-છાંયા નગરપાલિકામાં 13 વોર્ડમાં પર ઉમેદવારો માટે ભાજપ પક્ષમાંથી તાજેતરમાં ખુબ જ મોટી દાવેદારી નોંધાઇ હતી અને તેમાં પાર્ટી સાથેૃ વર્ષોથી જોડાયેલા જુના કાર્યકરો સહિત અનેક નવા ચહેરાના લોકોએ પણ દાવેદારી નોંધાવી છે. તે રીતે આ વખતે નગરપાલિકાની સ્થાનિક ચુંટણીઓમાં પણ અનેક નવા ચહેરા સાથે ગરમાવો જોવા મળશે અને અનેક લોકોના નામ કપાતા નારાજગી પણ સંભવિત જણાઇ રહી છે.

પ્રતિનિધિ મંડળ અમદાવાદ પહોંચ્યુ
ગઇકાલે વહેલી સવારે તમામ તૈયારીઓ સાથે ભાજપના જીલ્લા અને શહેરના હોદેદારો કીરીટભાઇ મોઢવાડિયા, વિક્રમભાઇ ઓડેદરા, પંકજભાઇ મજીઠીયા, અશોકભાઇ મોઢા, ખીમજીભાઇ મોતીવરસ સહિત તાલુકા અને જીલ્લા પંચાયતના હોદેદારો નિલેશભાઇ મોરી સહિતના આગેવાનો ફલાઇટ દ્વારા અમદાવાદ પહોંચીને ગાંધીનગર સ્થિત ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના નિવાસ સ્થાને ચચર્િ કયર્િ બાદ સમગ્ર સૌરાષ્ટ્રની નગરપાલિકા અને સંગઠનના હોદેદારોને મુખ્યમંત્રી વિજયભાઇ પાણી તેમજ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ ઉમેદવારોની ફાઇલો સોંપવામાં આવી હતી અને આગામી એક-બે દિવસમાં જ તેનું ફાઇનલ ઉમેદવારનું લીસ્ટ જાહેર કરવામાં આવશે.

હોદેદારો આપશે રાજીનામા!
તેમજ આ વખતની ચુંટણીમાં અનેક ફેરફારમાં મોટા ફેરફારમાં 60વર્ષથી ઉપરના તેમજ 3 ટર્મથી વિજેતા થયેલા ઉમેદવારોને ટીકીટ આપવામાં આવતી નથી અને જે પાર્ટી સાથે જોડાયેલા હોય તેમજ હાલ હોદો ધરાવતા હોય તેઓને પણ દાવેદારી નોંધાવવા માટે હાલના હોદા ઉપરથી રાજીનામુ આપી દેવાનું પાર્ટીએ  ફરમાન બહાર પાડયું છે જેથી અનેક હોદેદારોએ હોદો યથાવત રાખીને ટીકીટની માંગણી કરી નથી.  આમ, પોરબંદર-છાયા નગરપાલિકાની ચુંટણીની તૈયારીનો ધમધમાટ બન્ને પક્ષોએ શ કરી દીધો છે જેમાં ભાજપમાં વધુ ખેંચતાણ જોવા મળી રહી છે.

ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ પણ બે વોર્ડમાંથી ચુંટણી લડવા બતાવી તૈયારી
પોરબંદરની અગ્રણી વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી પ્રમુખ સ્થાને રહેતા જીજ્ઞેશ કારીયાએ પણ આ વખતે ભાજપ પક્ષની પાલિકાની ચુંટણીમાં વોર્ડ નં. પ અને 9 માંથી દાવેદારી નોંધાવી છે અને તેઓ વર્ષોથી વેપારીઓના વિવિધ પ્રશ્ર્ને જાગૃત રહીને સમસ્યાઓના નિકાલ તરફ આગળ વધતા હોવાથી પ્રબળ લોકચાહના પણ તેમની છે ત્યારે તેઓએ વોર્ડ નં. પ અને 9 માંથી દાવેદારી નોંધાવી છે અને પક્ષ દ્વારા તેઓને ટીકીટ ફાળવવામાં આવે છે કે કેમ? તે જોવાનું રહ્યું. હાલની ચચર્ઓિ મુજબ તેઓનું નામ ફાઇનલ હોવાનું મોખરે જણાઇ રહ્યું છે. તેમના મોટાભાઇ સરજુભાઇ કારીયા વર્ષોથી ભાજપપક્ષ સાથે જોડાયેલા છે અને પાલિકાની એકઝીકયુટીવ કમીટીના પૂર્વચેરમેન પણ છે અને તેઓએ પણ તે વોર્ડ માટે દાવેદારી કરી છે જેથી પક્ષ દ્વારા બન્ને ભાઇઓને ટીકીટ અલગ-અલગ વોર્ડમાં ફાળવવામાં આવશે કે કેમ? એક જ પરિવારમાં બે ટીકીટ ફાળવાશે કે કેમ?

યુવાકાર્યકર સાગર મોદી પાલિકાની ચુંટણી લડશે નહીં 
હાલ જયારે ભાજપ પક્ષ દ્વારા દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં હોય તે પ્રકારની નિતિ અપનાવીને યુવા કાર્યકરોને આગળ કરી રહ્યા છે ત્યારે પોરબંદરના રઘુવંશી અગ્રણી મનુભાઇ મોદી નો યુવા પુત્ર સાગર મોદી અનેક યુવાનોને પક્ષમાં જોડી રહ્યા છે ત્‌યારે તેઓના નામની પણ ચચર્એિ જોર પકડયું છે ત્‌યારે તેમની સાથે વાત કરતા સાગર મોદીએ જણાવ્યું હતું કે, નગરપાલિકાની ચુંટણીમાં તેણે ઉમેદવારી નોંધાવી નથી અને પક્ષ દ્વારા સોંપવામાં આવતી આઇ.ટી.-મીડીયા સેલ તેમજ વોર્ડ ઇન્ચાર્જની કામગીરી કરવામાં આવશે.

By admin