રાજકોટ : ચૂંટણી આવતા કોરોના ગાયબ, બપોર સુધીમાં માત્ર 10 કેસ

મહાપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોરોનાના કેસ એકાએક ઘટવા લાગ્યા છે. દરમિયાન આજે બપોર સુધીમાં 10 કેસ નોંધાયાનું જાહેર કરાયું છે અને આ સાથે શહેરમાં હાલ સુધીમાં કુલ 15,401 કેસ નોંધાયા છે.

વિશેષમાં મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર શહેરમાં આજે કોરોનાના 10 કેસ નોંધાયા છે અને હાલ સુધીમાં કુલ 15,113 કેસ નોંધાયા છે. કોરોનાનો રીકવરી રેટ 98.19 ટકા રહ્યો છે. જયારે પોઝિટિવીટી રેટ 2.97 ટકા રહ્યો છે. આજ દિવસ સુધીમાં કુલ 5,74,738 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે ગઇકાલે કુલ 807 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાંથી 24ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મહાપાલિકા દ્વારા માસ્ક નહીં પહેરનાર નાગરિકો પાસેથી દંડ વસુલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં ચોમેર સોશિયલ ડિસ્ટન્સના નામે શૂન્ય જેવી સ્થિતિ જોવા મળી રહી છે તેમ છતાં કોરોનાએ ઉલ્ટી ગીનતી શ કરી હોય તેમ દરરોજ કેસ ઘટવા લાગ્યા છે.