રાજકોટ મહાપાલિકાની ચૂંટણી શાખામાં હવે મતદાર યાદી ખરીદવા માટે પડાપડી શ થઇ છે. વોર્ડ નં.1થી 18ની મતદારયાદીની હાર્ડકોપી ઉપરાંત સીડી પણ ઉપલબ્ધ છે ત્યારે ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા બુથવાઇઝ કામગીરી માટે વોર્ડવાઇઝ મતદાર યાદી ખરીદવામાં આવી રહી છે.

વિશેષમાં ચૂંટણી શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર મુજબ દરેક વોર્ડની મતદાર યાદીના અલગ અલગ ભાવ નિયત કરાયા છે. આ ઉપરાંત જો વોર્ડવાઇઝ મતદાર યાદીની કોમ્પેકટ ડીસ્ક જોઇતી હોય તો તે માટે 100ની ફી રાખવામાં આવી છે. જોકે, સીડીમાં મતદાર યાદીમાં મતદારોના ફોટા ઉપલબ્ધ હોતા નથી જયારે હાર્ડ કોપીમાં ફોટા સાથે મતદાર યાદી આપવામાં આવી રહી છે. સમગ્ર શહેરના તમામ 18 વોર્ડની મતદાર યાદીની કિંમત 30,483 રાખવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે હાલમાં મતદાર યાદીની નકલો રીટર્નીંગ ઓફિસરોને મોકલવાની કામગીરી ચાલી રહી છે. રાજકોટ શહેરના કુલ છ રીર્ટર્નિંગ ઓફીસરને મતદાર યાદીની ચાર ચાર કોપી આપવામાં આવી છે.

વોર્ડવાઇઝ મતદાર યાદીની કિંમત

વોંર્ડ મતદાર યાદીની કિંમત સપ્લીમેન્ટરીની કિંમત કુલ કિંમત
1 1,724.00 250 1,974.00
2 1,355.00 206 1,561.00
3 1,909.00 277 2,186.00
4 1,334.00 248 1,582.00
5 1,198.00 165 1,363.00
6 1,223.00 164 1,387.00
7 1,514.00 234 1,748.00
8 1,582.00 234 1,816.00
9 1,666.00 267 1,933.00
10 1,382.00 199 1,527.00
11 1,811.00 334 2,145.00
12 1,402.00 228 1,630.00
13 1,430.00 204 1,634.00
14 1,482.00 227 1,709.00
15 1,204.00 165 1,369.00
16 1,293.00 182 1,475.00
17 1,461.00 224 1,685.00
18 1,544.00 231 1,775.00
કુલ 26,453.00 4,030.00 30,483.00