ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર કમિશન એટલે કે જીઇઆરસીના નવા ચેરપર્સન તરીકે બે નામોની વિચારણા ચાલી રહી છે જેમાં પૂર્વ આઇએએસ સુજીત ગુલાટી અને રાજગોપાલના નામ સામે આવ્યા છે. આ કમિશનના હાલના ચેરપર્સન એક મહિના પછી નિવૃત્ત થઇ રહ્યાં છે.
જીઇઆરસીના હાલના ચેરપર્સન આનંદકુમાર છે અને તેઓ માર્ચ મહિનામાં નિવૃત્ત થવાના છે. રાજ્ય સરકારમાં ફરજ બજાવી ચૂકેલા અને વયનિવૃત્ત થયેલા બે સિનિયર નિવૃત્ત આઇએએસ ઓફિસર સુજીત ગુલાટી અને રાજગોપાલના નામ હાલ સચિવાલયમાં ચચર્ઇિ રહ્યાં છે.હાલના ચેરપર્સન આનંદકુમાર 2016માં જીઇઆરસીમાં નિયુક્ત થયા હતા. તેમણે પાંચમી એપ્રિલ 2016માં પદગ્રહણ કર્યું હતું અને ગુજરાતમાં સેવા આપ્યાં પહેલાં તેઓ મેઘાલય અને ઉત્તરાખંડમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે.
ઉત્તરાખંડમાં તેઓ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર કમિશનમાં રહ્યાં હતા અને મેઘાલયમાં પણ તેઓ ચેરપર્સન બન્યાં હતા. તેમની પાસે આઇઆઇટી રૂરકીની ઇલેક્ટિકલ એન્જીનિયરીંગની ડીગ્રી છે. તેમની પાસે પાવર સેક્ટરનો 36 વર્ષનો અનુભવ છે.
ગુજરાતમાં એનજીર્ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વયનિવૃત્ત થયેલા સુજીત ગુલાટી અને પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી રાજગોપાલ પૈકી કોઇપણ એક ઓફિસર ગુજરાતના આ કમિશનમાં ચેરપર્સન બની શકે છે. સુજીત ગુલાટી જીએસએફસીના મેનેજીંગ ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે. બીજી તરફ રાજગોપાલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં પણ મેનેજીંગ ડિરેક્ટર રહી ચૂક્યાં છે.