સોઢાણા અને વાંચજાળીયાના યુવાનોએ પીએચ.ડી.ની પદવી મેળવી

પોરબંદરના સોઢાણા અને વાંચજાળીયાના યુવાનોએ પીએચડીની પદવી મેળવી છે. સોઢાણા ગામના વતની રામદે કારાવદરાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ એન્ડ સી એલ એસના પ્રોફેસર ડૉ આર બી ઝાલાના માર્ગદર્શન હેઠળ ઇંગલિશ વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. અને ડોક્યુમેન્ટરી પાર્ટીશન મેમરી અને ઓન કોસ્ટલ સૌરાષ્ટ્ર વિષય પર તેણે સિદ્ધિ હાંસલ કરી છે. તેમને ઠેરઠેરથી શુભેચ્છાની વર્ષા થઈ હતી.

તેમજ વાંસજાળીયાના યુવાન રામભાઈ વિશાણાએ બી.એચ.ગાર્ડી બી.એડ કોલેજના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થયેલ સુધારા અંગેના અભિપ્રાયો વિષય પર મહા નિબંધ પ્રસ્તુત કરતા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાવાચપતિની પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ તકે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓની વર્ષા થઇ હતી.