પોરબંદર : અનુસૂચિત સમાજના પ્લોટ વિતરણ બાબતે ૩૦ વર્ષ બાદ પણ અને ગત આંદોલન ૨૦૧૮ માં જીલ્લા કલેકટરે લેખિત ખાતરી આપ્યા બાદ પણ પ્રશ્ન જેમનો તેમ પડી રહેવાથી નારાજ પ્લોટ ધારકો દ્વારા ધરણા..

વિષય ને વધુ પેચીદો બનાવવામાં સ્થાનીક રાજકારણ અને ભ્રષ્ટ તંત્ર વ્યવસ્થાઓ જવાબદાર હોવાનું માનીને કુતિયાણા અને કંડોરણા તથા ઓડદર પંથકના આ પ્લોટ ધારકો સાથે તંત્ર દ્વારા રીતસર અન્યાય થયો છે અને તંત્ર એની સાહજીક ભૂલ સ્વીકારવાને બદલે લાભાર્થીઓ ને અન્યાય પર અન્યાય કરતું હોવાની લાગણી આ ઉપવાસમાં બેઠેલાઓની છે ત્યારે સરકાર સંવેદનશીલ હોય તો આ પ્રશ્ન ને ટલ્લે ચડાવવામાં કોની રુચિ છે એ પ્રશ્ન આ પ્લોટ લાભાર્થીઓ માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે.

કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ ધ્યાન રાખીને ઉપવાસ પર ઉતરેલા પ્લોટધારકો ને તંત્રના ઓરમાયા વર્તનથી ભારોભાર દુઃખ હોવાનું ઉપવાસીઓ જણાવી રહ્યા છે.