સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીએ યુવા ભાજપ દ્વારા બાઈક રેલી

સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતીએ પોરબંદરમાં યુવા ભાજપ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન થયું હતું. જેમાં પાંચસોથી વધુ સંખ્યામાં બાઈકસવાર યુવાનો જોડાયા હતા અને તેનો પ્રારંભ કમલાબાગથી થયો હતો અને એમ.જી. રોડ થઈને માણેકચોક સુધી ગયા બાદ સ્વામી વિવેકાનંદ આશ્રમ ખાતે પૂણર્હિુતિ થઈ હતી. પ્રમુખ અજય બાપોદરા અને ટીમ દ્વારા સમગ્ર આયોજન થયું હતું જેમાં શહેર અને જિલ્લાના ભાજપના હોદ્દેદારો જોડાયા હતા અને સ્વામી વિવેકાનંદ મેમોરીયલ સ્થળે સ્વામી આત્મદીપાનંદજી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ પણ આ બાઈક રેલીમાં જોડાઈ હતી.