હેડ પોસ્ટઓફીસમાં નોટરીયલ સ્ટેમ્પ ઉપલબ્ધ કરાવવા નોટરીઓની માંગણી

 

પોરબંદરની હેડ પોસ્ટઓફીસમાં નોટરીયલ સ્ટેમ્પ મળતા નહીં હોવાથી નોટરીઓની મુશ્કેલી ખુબ જ વધી છે અને તેઓને શહેરથી સાત કી.મી. દુર જીલ્લા તિજોરી કચેરી ખાતે જઇ ચલણ ભરવા શહેમાં આવી પુન: ચલણ જમા કરાવવા માટે સમય અને 4ર કી.મી.નું રનીંગ થતું હોવાથી યોગ્ય કરવું જરી છે તે પ્રકારની રજુઆત સાથે જીલ્લા કલેકટરને નોટરી એશો. દ્વારા આવેદન પાઠવાયું છે.
પોરબંદર જીલ્લા નોટરી એશો.ના પ્રમુખ કેતનભાઇ દાણીના નેતૃત્વમાં અન્ય નોટરીઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્‌યું છે કે, તેઓ જીલ્લામાં નોટરી એડવોકેટ તરીકે ઘણા સમયથી પ્રેકટીસ કરી રહ્યા છે અને જીલ્લા કલેકટરના તાબાની તમામ કચેરીઓમાં અમારા નોટરી થયેલા ડોકયુમેન્ટ દ્વારા જ લીગલ કાર્યવાહી થાય છે પરંતુ નોટરી એકટ મુજબ ડોકયુમેન્ટમાં ફરજીયાત જે કોઇ જરી હોય તેમાં જે તે ડોકયુમેન્ટ જેમા પાવર, સોગંદનામું, એગ્રીમેન્ટ, વિગેરે પ્રકારના ડોકયુમેન્ટમાં નોટરીના રજીસ્ટર નંબર હોવો જરી રહેલ છે તેમજ પ0/-ની નોટરીયલ સ્ટેમ્પ મારેલ હોવી જરી છે તેમજ પક્ષકારોનો ફોટો તથા આધારકાર્ડ હોવા આવશ્યક રહેલા છે. જે તે ડોકયુમેન્ટ એટેસ્ટેડ પર પેઇઝ હોવું આવશ્યક રહેલ છે. આપની કચેરી નીચે આવતી તમામ કચેરીઓમાં આ બાબતની કાયદાકીય અજ્ઞાનતાને કારણે નોટરી થયેલ ડોકયુમેન્ટમાં ક્ષતિ રહી જવાને કારણે ઘણી વખતે પક્ષકારોને આ બાબતે લીગલ લીટીગેશનનો ભોગ બનવું પડે છે, જેથી આપના તાબામાં આવતી તમામ કચેરીઓમાં આ બાબતે વાકેફ કરવા અમારી આ અરજીની નકલ સરકયુલેટ કરવા અમારી માંગ છે.

વળી, વિશેષમાં તેમજ અગત્યનું જણાવવાનું કે, નોટરીયલ સ્ટેમ્પ વેંચાણ માટે હેડ પોસ્ટઓફીસ પોરબંદરને જરી મંજુરી તથા લાયસન્સ મળેલ છે છતાં પણ હાલ પોસ્ટઓફીસ ખાતે નોટરીયલ સ્ટેમ્પ જીલ્લા નોટરીઓને મળતા ન હોય જેથી પોરબંદર જીલ્લાના નોટરીને નોટરી ટીકીટ મેળવવા માટે ખુબ જ મુશ્કેલી પડી રહેલ છે વળી, પોરબંદર સીટીથી જીલ્લા તીજોરી કચેરી ખુબ જ દુર હોય અને ત્યાંથી વળી પાછુ ચલન ભરવા માટે માણેકચોક પોરબંદર ખાતે આવી અને ફરીથી જીલ્લા તિજોરી કચેરી ખાતે ચલન જમા કરાવવાનું થાય છે અને ત્યારબાદ બીજા દિવસે નોટરીયલ સટેમ્પ પ્રાપ્ત થતા હોય આમ, એક નોટરી સ્ટેમ્પ મેળવવા માટે જીલ્લા નોટરીઓને કુલ પોરબંદરસીટીથી આવક-જાવકના ત્રણ ફેરા સાથે 4ર કીલોમીટર જેટલું રનીંગ થતુ હોય આમ, આ બાબતે ખુબ જ મુશ્કેલી પડી રહેલ છે અને જો આજ નોટરીયલ સ્ટેમ્પ હેડ પોસ્ટઓફીસ પોરબંદર વેંચાણ કરે તો તમામ નોટરીઓની આ સમસ્યાનો તાત્કાલીક અસરથી હલ થઇ શકે તેમ છે તો આ અંગે ઘટતી સુચના આપી તાત્કાલીક અસરથી નોટરીયલ સ્ટેમ્પ જીલ્લા નોટરીને પ્રાપ્ત થાય તેવી માંગ છે.