પુત્રી આરાધ્યા સાથે મુંબઇ એરપોર્ટ પરની તસવીરો વાયરલ
મુંબઇ : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્નચ વચ્ચે સમૂસુથરું ન ચાલતું હોવાનું તેમજ તેઓ છૂટાછેડા લેવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. તેવામાં યુગલ પુત્રી આરાધ્યા સાથે મુંબઇ એરપોર્ટ પાછા આવ્યા ત્યારની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પરિણામે તેમના ડાઇવોર્સની અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. એરપોર્ટની બહાર નીકળ્યા પછી પણ અભિષેક ઐશ્વર્યા માટે કારનો દરવાજો ખોલતો જોવા મળી રહ્યો છે. પરિવારના ચહેરા પર ખુશી અને સંતોષની ઝલક જોવા મળી રહી છે. અભિષેક અને ઐશ્વર્યા રાયના ડાઇવોર્સની ચર્ચા લાંબા સમયતી થઇ રહી હોવા છતાં બચ્ચન પરિવારની એક પણ વ્યક્તિએ જાહેરમાં કોઇ પ્રતિસાદ ન આપતાં ચૂપકીદી સેવી હતી. હાલમાં પણ પુત્રી આરાધ્યાની શાળાના પ્રોગ્રામમાં બચ્ચન પરિવાર સાથે જોવા મળ્યો હતો.