નિક જોનસ પર ગનની લેઝર તકાઈ, શો છોડી ભાગ્યો

  પ્રિયંકા ચોપરાના પતિ પર હુમલાનો પ્રયાસ. પ્રાગમાં ચાલુ શો દરમિયાન ઘટના, લેઝર તાકનારા ઉપદ્રવી દર્શકને હાંકી કઢાયો.

પ્રાગમાં પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ પર લેઝર બીમ તકાઈ હતી. સામાન્ય રીતે ગનથી નિશાન લેતાં પહેલાં આ રીતે લેઝરથી નિશાન તાકવામાં આવતું હોય છે.  નિકને તરત જ આ વાતનો ખ્યાલ આવી ગયો હતો અને તે સ્ટેજ પરથી રવાના થઈ ગયો હતો.  જોકે, આ  સમગ્ર ઘટના અંગે નિક કે પ્રિયંકા તરફથી મોડે સુધી કોઈ નિવેદન આવ્યું ન હતું. એક ફેન પેજ પર સમગ્ર ઘટનાનો વીડિયો શેર કરાયો છે. દર્શકોમાંથી કોઇએ નિક જોનસ પર લેઝરથી નિશાન તાક્યું હતું. જે જોઇને નિક ગભરાઇ ગયો હતો અને શો છોડીનેઅધવચ્ચેથી ભાગી છૂટયો હતો. જોકે પછીથી તે વ્યક્તિને પકડી પાડીને પ્રોગ્રામમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. શો ફરીથી શરૂકરવામાં આવ્યો હતો. લેઝરનું નિશાન જોતાં જ નિકને કોઇ શાર્પ શૂટર નિશાન  તાકી રહ્યાનો ખ્યાલ આવ્યો હતો અને પરિણામે તે ગભરાઇને ભાગી છૂટયો હતો. નિક જોનસ પોતાના ભાઇઓ કેવિન અને જાસાથે હાલ વર્લ્ડ ટૂર પર નીકળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *