અનેકવિધ નોંધપાત્ર કામગીરી દ્વારા નાગરીકોને સલામતી બક્ષી

વર્ષ-ર0ર0 નું કોરોના વર્ષ સમગ્ર દેશ અને દુનિયા માટે ખુબ જ વસમું સાબિત થયું છે ત્યારે કપરી પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોરબંદરની કોરોના વોરીયર્સ પોલીસે આ વર્ષ દરમિયાન અનેકવિધ પ્રકારની નોંધપાત્ર કામગીરી  નિષ્ઠાપૂર્વક કરીને ખરા અર્થમાં નાગરીકોને સલામતી બક્ષી છે ત્યારે ‘આજકાલ’ દ્વારા પોલીસની સારી કામગીરીની પણ નોંધ અત્રે લેવામાં આવી છે.

બરડા ડુંગરનો ત્રિપલ મર્ડર કેસ

પોરબંદર જીલ્લામાં બહુચર્ચિત બરડા ડુંગરનો ત્રિપલ મર્ડર કેસ ઉકેલવામાં પોરબંદર પોલીસે દિલથી કામ કર્યુ હતું, ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હેતલબેન સોલંકી અને તેના પતિ કીર્તિભાઇ તથા ફોરેસ્ટ ખાતાના રોજમદાર નાગાભાઇ આગઠ બરડા ડુંગરમાં ગુમ થઇ ગયા બાદ 100 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો એ તથા જુનાગઢથી સ્નીફર ડોગની મદદ લઇને તપાસ હાથ ધરી હતી અને ત્રિપલ મર્ડરનો આ બનાવ સામે આવ્યો હતો ત્‌યારે ઘાતકી રીતે ત્રિપલ મર્ડર કરનાર આરોપીની પણ તાત્કાલીક અટકાયત કરીને વણઉકેલ્યા ગૂન્હાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો હતો.

ઇરાની ગેંગનો પદર્ફિાશ
પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા શહેરોમાં નકલી પોલીસ બનીને લોકો સાથે છેતરપીંડી કરીને લાખો િ5યાના દાગીના ચાલાકીપૂર્વક ઉઠાવી જનાર ઇરાની ગેંગ માત્ર પોરબંદર જ નહીં સૌરાષ્ટ્રભરના જુદા-જુદા પોલીસમથકના અધિકારીઓ માટે માથાના દુખાવા જેવી બની હતી અને આ ઇરાની ગેંગને પકડવા માટે સમગ્ર રાજયની પોલીસ કામે લાગી હતી ત્યારે પોરબંદર પોલીસે નેત્રમ પ્રોજેકટના સીસીટીવી ફુટેજના આધારે જામનગરથી પોરબંદર રોડ ઉપરથી ઇરાની ગેંગના ચાર સભ્યોને કાર સાથે પકડીને ગુન્હો ડીટેકટ કર્યો હતો અને તેઓએ માત્ર પોરબંદર કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય અનેક રાજયોમાં  પણ આ પ્રકારે ગુન્હાની કબુલાત આપતા પોરબંદર પોલીસને જબરી સફળતા મળી હતી.

આંતર જીલ્લા બાઇકચોર ઝબ્બે
પોરબંદર શહેર અને જીલ્લામાં બાઇક ચોરીના બનાવો વધ્યા છે ત્યારે જીલ્લા પોલીસે સઘન પેટ્રોલીંગ કરીને રાણાવાવ તરફથી બે શખ્સોને પકડી પાડયા હતા અને તેમણે એક-બે નહીં પરંતુ 13-13 મોટરસાયકલ ચોયર્નિી કબુલાત આપતા તમામ બાઇક કબ્જે કરીને કુલ 4 શખ્સોની ધરપકડ કરીને ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.

ચૌટા ચેકપોસ્ટ
કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ ઉપર વર્ષ ર0ર0માં અનેક વખત ટ્રક ભરીને  આવતો લાખો પિયાનો દા પણ પોરબંદર પોલીસે પકડી પાડયો હતો.

બરડા ડુંગરમાં દાની ભઠ્ઠીઓનો નાસ
પોરબંદર જીલ્લાની યુવા પેઢીને અને નશાખોરોને દેશીદાની તલબ લગાડનાર બરડા ડુંગરના બુટલેગરો સામે પણ ઘોંષ બોલાવીને પોલીસે કડક કાર્યવાહી કરીને  વારંવાર જીવના જોખમ વચ્ચે પણ ડુંગરમાં પગપાળા જઇને દાની ભઠ્ઠીઓનો નાસ કર્યો છે. પયર્વિરણ અને પ્રકૃતિની ઘોર ખોદનારા બુટલેગરોને પકડીને સપાટો બોલાવી દીધો છે.

ફરાર આરોપીઓ સામે કાર્યવાહી
જામનગરની જેલનો ખુન કેસનો આરોપી ફટાણાનો બાબુ રાજા વોન્ટેડ હતો તેને પકડીને તેને આશરો આપનારા 6 શખ્સો વિધ્ધ પણ પોલીસે કાર્યવાહી કરી છે. 17 વર્ષથી ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપી પેરોલ ઉપર ફરાર થઇને નાસી છુટેલા ભરત ભગવાનને કલકત્તા ખાતેથી પકડીને પોલીસે સફળતા મેળવી હતી તે ઉપરાંત અન્ય અનેક શખ્સો પેરોલ ઉપર અને પોલીસ જાપ્તામાંથી ફરાર થઇને નાસતા ભાગતા હતા તેઓને પણ પોલીસે પકડી પાડયા હતા તેની સાથોસાથ દાના કેસમાં અનેકવખત પોલીસને હાથતાળી દઇને નાસી છુટતા શખ્સો એવા બુટલેગરોને પણ પોલીસે કડક હાથે કામ લઇને પકડી પાડયા હતા.

ભીમા દુલા ઉપર ફાયરીંગના આરોપીની ધરપકડ
પોરબંદરમાં અનેક શખ્સો ગુન્હો કયર બાદ નાસતા ભાગતા હોય છે ત્‌યારે ર017ની સાલમાં ભીમા દુલા ઉપર ફાયરીંગ કરીને 3-3 વર્ષથી વોન્ટેડ સલીમ ઇસ્માઇલને તાજેતરમાં જ એસઓજીએ તેના ઘર પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડયો હતો.

હથિયારધારાના કેસ
પોરબંદર અને રાણાવાવ પોલીસ સ્ટેશનના જુદા-જુદા વિસ્તારોમાંથી ગેરકાયદેસર હથિયારધારાના અલગ-અલગ કેસ પોલીસે ર0ર0માં કયર્ છે અને દેશી તમંચા સહિત હથિયારો સાથે પકડીને કડક કાર્યવાહી કરી છે.

વિવિધ સેવાકાર્યો
પ્રસુતાને હોસ્પિટલે પહોંચાડવી, અન્ય રાજયમાં ફસાયેલ સગીરને માતા-પિતા સુધી પહોંચાડવા સહિત ઘરેથી પ્રેમી સાથે નાસી છુટતી સગીરાઓને શોધીને તેના પરિવારજનોને સોંપવી જેવા અનેક કાર્યો પોરબંદર પોલીસે હાથ ધયર્િ છે. 16 વર્ષની સગીરાએ શીશુને જન્મ આપતા ફોન ઉપર થયેલી વાત અનુસંધાને કોલ ડીટેઇલ્સનો અભ્યાસ કરીને બળાત્કાર ગુજારનાર શખ્સને પકડવા સહિત વિવિધ પ્રકારની સેવાકીય કામગીરી પણ પોલીસે વર્ષ દરમિયાન કરી છે.

60 શખ્સો પાસા તળે ધકેલાયા
પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જળવાય અને રીઢા ગુનેગારો વધુ કોઇ ગુન્હા આચરે તે પહેલા જેલમાં ધકેલી દેવા માટે પણ જીલ્લા પોલીસે કાર્યવાહી કરી છે. શરીર સબંધી ગુન્હા, પ્રોહીબીશન, હથિયારધારા, જાતિય સતામણી, જુગારધારા હેઠળ સંડોવાયેલા 60 જેટલા આરોપીઓ વિધ્ધ પાસાતળે કાર્યવાહી કરીને તેઓને રાજયની જુદી-જુદી જેલોમાં પણ ધકેલવામાં પોલીસને સફળતા મળી છે.

આમ, પોરબંદરના જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનિના નેતૃત્વમાં જુદી-જુદી બ્રાન્ચના ચુનંદા જવાનો અને પોલીસકર્મચારીઓએ લોકરક્ષકથી માંડીને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઇ, પીએસઆઇ, પીઆઇ અને ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓએ પોરબંદર જીલ્લાની રક્ષા -સુરક્ષા બક્ષવા વર્ષભર મહેનત કરી છે ત્યારે આ કોરોના વોરીયર્સને ચોકકસપણે નવા વર્ષે બિરદાવવાનું મન થઇ આવે છે.

કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવવાની સાથોસાથ અઢળક ગુન્હાઓ નોંધ્યા!
કોરોનાની શઆત થઇ ત્યારથી જ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા નવી-નવી ગાઇડલાઇનો બહાર પાડીને વિવિધ પ્રકારના જાહેરનામા અન્વયે સુચનાઓ આપવામાં આવી હતી તેથી પોલીસે પણ કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવવાની સાથોસાથ અઢળક ગુન્હાઓ નોંઘ્યા છે અને હજુ આવા ગુન્હાઓ નોંધવાની વણજાર ચાલુ છે. ઉચ્ચકક્ષાએથી મળેલી સુચના મુજબ લોકડાઉન અને કોરોના જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે વર્ષભર કાર્યવાહી કરવામાં આવી છે. લોકો માસ્ક બાંધે નહીં ત્યારે, સોશ્યલ ડીસ્ટન્સ જાળવે નહીં ત્યારે, ત્રિપલ સવારીમાં બાઇકમાં નિકળનારાઓ, વધુમાત્રામાં મુસાફર બેસાડનારા વાહનચાલકો, વેપારીઓ અને ધંધાર્થીઓ સામે લોકડાઉનના જાહેરનામા સિવાયના સમયે બહાર નિકળવાનાઓ સામે પોલીસે અઢળક ગુન્હાઓ નોંઘ્યા છે. લોકડાઉન દરમિયાન 68 દિવસમાં દરરોજના અસંખ્ય ગુન્હાઓ આ પ્રકારના નોંધાતા હતા. કયાંક પોલીસ સાથે નાના-મોટા ઘર્ષણ પણ થતા હોવા છતાં કાયદાનું પાલન કરાવીને કડક હાથે કામગીરી કોરોના વોરીયર્સ પોલીસે કરી છે.

ગુન્હાઓ ઘટાડવામાં ટેકનોલોજી અત્યંત ઉપયોગી સાબિત થઇ
પોરબંદર જીલ્લામાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે અને અનડીટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલવા ટેકનોલોજી અત્યંત ઉપયોગી સાબિત થઇ છે. પોરબંદર જીલ્લામાં નેત્રમ પ્રોજેકટ હેઠળ જુદા-જુદા વિસ્તારોમાં ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની તીસરી આંખ પોલીસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે તે ઉપરાંત ટેકનીકલ સર્વેલન્સ યુનિટના માધ્યમથી પણ ગુન્હાઓ અટકાવવામાં અને ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સોશ્યલ મીડીયાને લગતા ગુન્હાઓ ઉપરાંત આરોપીના મોબાઇલ કોલડીટેઇલ્સ દ્વારા ગુન્હાના મુળ સુધી પહોંચવામાં ટેકનોલોજી ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે ત્યારે પોરબંદર પોલીસની આ કામગીરી પણ બિરદાવવા લાયક છે.

પોલીસ અને પ્રજા વચ્ચે ખરાઅર્થમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ
લોકડાઉન દરમિયાન પોરબંદર પોલીસે અઢળક સેવાકાર્યો કરીને ખરા અર્થમાં પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતા હોય તેવું સાબિત કર્યુ હતું. અનેક એવા બનાવો પણબન્યા હતા કે, લોકોને હોસ્પિટલે પહોંચવા માટે કોઇ વાહન મળતા ન હતા, દવા માટે ઘણા લોકો પાસે પૈસા ન હતા, ક્ધટેઇન્ટમેન્ટ ઝોનમાં જીવનજરી ચીજવસ્તુ પહોંચતી ન હતી આવા સંજોગોમાં પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર બનીને ખડેપગે રહી હતી અને મદદપ બની હતી.