સંસ્થાઓની ચૂંટણી લોકશાહી ઢબે યોજવા વકફ બોર્ડને રજૂઆત

પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ સંસ્થા અન્જુમને ઇસ્લામની ચુંટણી લોકશાહી ઠબ્બે યોજાવવા બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડના ચેરમેનશ્રીને રુબરુ રજુઆત કરવામા આવી..

પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ સંસ્થા અન્જુમને ઇસ્લામની ચુંટણી લોકશાહી ઠબ્બે યોજાઇ તે સહમત જમાતોના પ્રતિનિઘી તરીકે પોરબંદર કાજી મુલા જમાતના પ્રમુખ યાકુબ હારુન મુલ્લાની આગેવાનીમા અજીમબાપુ કાદરી, યુસુફખાન શેરવાની એજાજભાઇ નોવ્હી વગેરે દ્રારા ગાંઘીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડના ચેરમેનશ્રી ડો. મોહસીન લોખંડવાલા સાહેબને રૂબરુ આવેદનપત્ર આપી રજુઆતો કરવામા આવી હતી.

પોરબંદર મુસ્લિમ સમાજની જમાતના પ્રમુખોની માગણી મુજબ અને PTR મુજબ પોરબંદર અન્જુમને ઈસ્લામની ચુંટણી યોજાવવામા આવે તે માટે ગુજરાત રાજ્ય વકફબોર્ડ દ્વારા તારીખ 29.08.2019 ના રોજ બે વહીવટદારોની નિમણુંક કરવામા આવી હતી, જેમા મુખ્ય કારોબારી અઘીકારી તરીકે ડો.અલ્તાફખાન રાઠોડ અને શબ્બીરભાઇ હામદાણીની નિમણુંક કરવામા આવી હતી

આ નિમાયેલા બન્ને અઘીકારીઓએ વકફબોર્ડ દ્વારા જે જવાબદારીથી અઘીકારીઓ બનાવેલા છે, તેને સાઇડ લાઇન કરી સમાજની ચુંટણી યોજાય તે બાબતે કોઇ પણ જાતની કામગીરી કરવામા આવેલ ના હોઇ અને વચગાડેથી જ મુખ્ય વહીવટદાર અલ્તાફખાન રાઠોડ એ રાજીનામુ આપી દેતા મુસ્લિમ સમાજની લોકશાહી ઠબ્બે ચુંટણી યોજવા ઇછતી જમાતોના પ્રમુખોમા પણ નારાજગી જોવા મળેલ છે.

પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ સંસ્થા અન્જુમને ઇસ્લામ સંસ્થાનાની ચુંટણી વહેલામા વહેલી તકે યોજવામા આવે અને ગુજરાત રાજ્ય વકફબોર્ડના કમીટી મેમ્બર્સને અઘીકારી તરીકે નિમણૂંક કરવામા આવે અને સાથે સાથે પોરબંદરથી કોઇ સ્થાનિક આગેવાન કે જે નિષ્ઠાપુવૅક અને ઇમાનદારીથી આ સંસ્થાનો કારોબાર સંભાળી શકે એવા કોઇ પ્રમાણિક આગેવાનની નિમણૂંક કરવામા આવે તેવી પોરબંદરની જમાતોના પ્રમુખો અને સમગ્ર મુસ્લિમ સમાજની માગણી છે તેવી રજૂઆત યાકુબ હારુન મુલ્લાના નેતૃત્વમાં કરવામા આવી હતી.. મો. 9106470379