બાંગ્લાદેશ સામે T20 સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને રાહત

ભારતે બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ હવે બીસીસીઆઈએ બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટેસ્ટ મેચ કાનપુરમાં યોજાશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં ભારતના એક સ્ટાર ખેલાડીને NCA(National Cricket Academy) દ્વારા સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યો છે. આ ખેલાડી દુલીપ ટ્રોફીમાં ત્રીજા રાઉન્ડમાં ઈન્ડિયા-B ટીમ તરફથી રમી રહ્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ સૂર્યકુમાર યાદવ છે.

ટેસ્ટ સીરિઝ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે T20 સીરિઝ પણ રમશે. સૂર્યકુમાર યાદવ આ સીરિઝને લઈને સંપૂર્ણપણે ફિટ થઇ ગયો છે. આ T20 સીરીઝ દરમિયાન સૂર્યકુમાર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. તેને શ્રીલંકા સામે રમાયેલી T20 સીરિઝમાં ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફિટનેસને લઈને સૂર્યા માટે બાંગ્લાદેશ સામે રમવું મુશ્કેલ લાગી રહ્યું હતું, પરંતુ દુલીપ ટ્રોફીમાં તેને રમતો જોઈ  ચાહકોએ રાહત અનુભવી છે. જો કે, તે દુલીપ ટ્રોફીમાં માત્ર 21 રન જ બનાવી શક્યો હતો.

અંગૂઠાની ઈજામાંથી સ્વસ્થ થઈ સૂર્યકુમાર યાદવ અનંતપુર ખાતે રમાઈ રહેલી દુલીપ ટ્રોફીના ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં ઈન્ડિયા B તરફથી ઈન્ડિયા-D વિરુદ્ધ રમતા જોવા મળ્યો હતો. સૂર્યાએ આ ટૂર્નામેન્ટમાં સરફરાઝ ખાનની જગ્યા લીધી, જે હાલમાં ભારતીય ટેસ્ટ ટીમનો ટીમનો ભાગ છે. સૂર્યકુમાર યાદવને દુલીપ ટ્રોફીના પહેલા બે રાઉન્ડમાંથી બહાર થઇ ગયો હતો, કારણ કે ગયા મહિને TNCA XI(The Tamil Nadu Cricket Association) સામે મુંબઈની બુચી બાબુ ટૂર્નામેન્ટ મેચ દરમિયાન તેના જમણા અંગૂઠામાં ઈજા થયા બાદ તે અનસીએમાં સારવાર હેઠળ હતો. જો કે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. બાંગ્લાદેશ સામે પહેલી T20 મેચ 06 ઓક્ટોબરથી શરુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *