વાંચો તમારું 22 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો સરળતાથી ઉકેલ આવવાથી આનંદ રહે.

વૃષભ : આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.

મિથુન: આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. સીઝનલ ધંધામાં વાદ-વિવાદથી નુક્સાનીથી સંભાળવું પડે. ખર્ચ જણાય.

કર્ક : પુત્ર-પૌત્રાદિકના કામ અંગે દોડધામ-ખર્ચ જણાય. જોકે આપના કામમાં ધીમે ધીમે સાનુકૂળતા થતી જાય. કામ ઉકેલાય.

સિંહ : આપના કાર્યની સાથે, ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ – મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્તતા-દોડધામ રહે. આનંદ રહે.

કન્યા : આપના કામમાં આવેલ રૂકાવટ-વિલંબ દૂર થતાં જાય. આપને કામમાં સાનુકૂળતા રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

વૃશ્રિક : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.

ઘન: આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં આપના દોડધામ-શ્રમમાં વધારો જણાય. ખર્ચ-ખરીદી જણાય.

મકર : વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહો. સંતાનનો સહકાર મળી રહે.

કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ઘર-પરિવારના પ્રશ્ને ઉચાટ-ઉદ્વેગ રહે.

મીન: યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવો. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ થાય.

– અગ્નિદત્ત પદમનાભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *