10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં સતત વધારો, આર્થિક અસમાનતાની ખાઈ વધુ ઊંડી થઈ

દેશમાં એકબાજુ ગરીબી અને બેકારીમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ દેશમાં દરવર્ષે કરોડપતિ બનનારાની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે, દેશમાં ગરીબ અને ધનિક વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. સેન્ટ્રમ ઈન્સ્ટીટ્યૂશનલ રિસર્ચે તાજેતરમાં જારી કરેલા રિપોર્ટ અનુસાર, વાર્ષિક ધોરણે 10 કરોડથી વધુ કમાણી કરનારાની સંખ્યા 20034 વધી છે. અર્થાત દરવર્ષે 4000 લોકો 10 કરોડથી વધુ કમાણી કરી રહ્યા છે, પરિણામે દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 10 કરોડથી વધુ કમાણી કરનારાની સંખ્યા 64 ટકા વધી 31800 થઈ છે.

ધનિકોની સંખ્યા વધી

સેન્ટ્રમ ઈન્સ્ટીટ્યુશનલ રિસર્ચ અનુસાર, દેશમાં પાંચ કરોડથી વધુ કમાણી કરનારાની સંખ્યા 5 વર્ષમાં દોઢગણી વધી છે. હાલ 58200 લોકો 5 કરોડથી વધુ કમાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2019થી 2024 દરમિયાન લોકોની આવક વાર્ષિક ધોરણે 106 ટકા વધી કુલ રૂ. 40 લાખ કરોડે પહોંચી છે. જે દર્શાવે છે કે, ભારત કોવિડ મહામારીમાંથી ઝડપથી ઉભરી આવ્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં 10 કરોડથી વધુ કમાણી કરનારાની કુલ આવક 121 ટકા વધી રૂ. 38 લાખ કરોડ થઈ છે. વાર્ષિક 50 લાખ કે તેથી વધુ કમાણી કરનારાની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં 25 ટકા વધી 10 લાખ થઈ છે.

2028માં ધનિકોની આવક 14% CAGR વધશે

રિપોર્ટ અનુસાર, દેશના હાઈ નેટવર્થ ધરાવતા લોકોની આવક 2028 સુધી વાર્ષિક ધોરણે 14 ટકાના દરે વધવાનો આશાવાદ છે. જે વધી 2.2 લાખ કરોડ ડોલરે પહોંચશે. કમાણીમાં વૃદ્ધિ થવા પાછળનું કારણ લોકો હવે નોકરીના બદલે બિઝનેસ તરફ ડાયવર્ટ થયા હોવાનું છે. જો કે, દેશમાં માત્ર 15 ટકા લોકો જ પોતાની નાણાકીય સંપત્તિને પ્રોફેશનલની મદદથી મેનેજ કરે છે. જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો 75 ટકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

preload imagepreload image