આમિરે પ્રોડયૂસર તરીકે રાઈટ્સ ખરીદી લીધા. બોક્સ ઓફિસ પર સફળ થયેલી ક્રાઈમ થ્રીલર મહારાજાની દર્શકોએ ભારે પ્રશંસા કરી છે.
વિજય સેતુપતિની તમિલ ફિલ્મ ‘મહારાજા’ ને બોક્સ ઓફિસ પર તેને ભારે સફળતા મળી છે અને તેની દેશવિદેશના દર્શકોએ ભરપૂર પ્રશંસા પણ કરી છે. હવે આમિર ખાને હિંદી રિમેક બનાવવા માટે તેના રાઈટ્સ ખરીદી લીધા છે.હિંદી રિમેકનો પ્રોજેક્ટ હાલ પ્રારંભિક સ્ટેજમાં હોવાથી દરેક બાબતો ખનગી રાખવામાં ાવી રહી છે. કહેવાય છે કે, આ ફિલ્મમાં આમિર મુખ્ય રોલ ભજવશે. આ ફિલ્મમાં વિજય સેતુપતિએ જે ભૂમિકા ભજવી હતી એ જ ભૂમિકા આમિર હિંદી રિમેકમાં ભજવશે. જોકે, આમિર ફિલ્મની સ્ટોરીમાં કેટલાક નવા ટ્વિસ્ટસનો ઉમેરો કરી શકે છે. ભૂતકાળમાં પણ આમિરે પોતાની ‘લાલ સિંહ ચડ્ડા’માં કામ કરવા માટે વિજય સેતુપતિનો સંપર્ક કર્યો હતો.