મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ કામકાજ અંગેની વ્યસ્તમાં વધારો થતો જાય. ધંધામાં આવક જણાય.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
મિથુન : આપને તબીયતની અસ્વસ્થતાને લીધે બેચેની-ઉચાટ રહ્યા કરે. આંખોમાં-પેટમાં દર્દ-પીડા અનુભવાય. ખર્ચ જણાય.
કર્ક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપ વ્યસ્ત રહો. મિલન-મુલાકાતથી આનંદ રહે.
સિંહ : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહ-કર્મચારીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
કન્યા : આપના કામમાં ધીમે-ધીમે સરળતા થતી જાય. કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
તુલા : ઘર-પરિવારના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ અનુભવાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
ધન : આપના કામમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય.
મકર : આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહો. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં દોડધામ રહે.
કુંભ : આપને કામમાં પ્રતિકુળતા જણાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. ખર્ચ-ખરીદી જણાય.
મીન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સાનુકુળતા થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.