દિવેલ-એરંડાના હાજર ભાવમાં પીછેહટ: વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ ઉંચકાયા

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ સાંકડી વધઘટે એકંદરે શાંત રહ્યા હતા. નવા વેપાર નહિંવત હતા. સૌરાષ્ટ્ર ખાતે ભાવ જળવાઈ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો ૨૧થી ૨૫ પોઈન્ટ વધ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર ઉંચકાયા હતા.અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૧૨ પોઈન્ટ તથા સોયાતેલના ભાવ ૨૪ પોઈન્ટ વધ્યા હતા. જ્યારે સોયાખોળના ભાવ ૧૯ પોઈન્ટ નરમ હતા. મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના વધુ રૂ.૭ ઘટતાં એરંડા હાજરના ભાવ કિવ.ના રૂ.૩૫ ઘટયા હતા.મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.૫૦ નરમ હતા જ્યારે સોયાખોળના ભાવ ટનદીઠ રૂ.૩૦૦ વધ્યા હતા સામે સિંગખોળના ભાવ ટનના રૂ.૫૦૦ નીચો બોલાઈ રહ્યા હતા. અન્ય ખોળો શાંત હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૯૦૮થી ૯૧૦ તથા ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૫૮ વાળા રૂ.૯૬૦ રહ્યા હતા.

સોયાબીનની આવકો મધ્ય-પ્રદેશમાં ૮૫ હજાર તથા મહારાષ્ટ્રમાં પણ ૮૫ હજાર ગુણી આવી હતી. ચીનમાં આજે પામતેલના ભાવ ઘટયા હતા જયારે સોયાતેલના ભાવ વધ્યા હતા. મસ્ટર્ડ-સરસવની આવકો આજે રાજસ્થાનમાં ૧ લાખ ૭૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ૩ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ રૂ.૬૧૦૦થી ૬૧૨૫ રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *