ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો! દહેગામ તાલુકામાં પ્રથમ શંકાસ્પદ દર્દી મળ્યો

 અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા ચાંદીપુરા વાયરસની તપાસ અર્થે બાળકનું સેમ્પલ પુનેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે. જે અનુસંધાને દહેગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલુન્દ્રાની ટીમ દ્વારા કેસની વિગતો તપાસ કરવામાં આવી છે અને રોગ અટકાયત માટેના પગલાં હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ ખાતે શંકાસ્પદ ચાંદિપુરા વાયરસના આ કેસ અંગે ગાંધીનગર આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે,દહેગામના અમરજીના મુવાડા ખાતે રહેતા પરિવારના સાત વર્ષના બાળકને ગત તારીખ 9મી ના રોજથી તાવની અસર થઇ અને રાત્રે ખેંચ આવતા દહેગામ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે બતાવવામાં આવ્યું હતું. જ્યાંથી વધુ સારવાર અર્થે બાળકને રીફર કરવામાં આવ્યું હતું જે બાદ નરોડાની ખાનગી હોસ્પિટલમાં પણ બાળદર્દીનને સારવાર આપવામાંઆવી હતી. ત્યાં પણ બાળકની તબિયતમાં સુધારો ન થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં બાળક સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે દાખલ છે.

ત્યારે અહીંના તબીબોને બાળકમાં ચાંદીપુરા વારયસના લક્ષણો જણાતા બાળદર્દીના જરૃરી સેમ્પલ પરીક્ષણ અર્થે પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આના રિપોર્ટ આવતા ૧૦ દિવસનો સમય લાગી જોતો હોય છે ત્યારે તબીબો દ્વારા બાળદર્દીની સઘન સારવાર શરૃ કરી દીધી છે.તો બીજીબાજુ દહેગામના અમરાજીના મુવાડા ગામમાં પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *