અકસ્માત સમયે તાત્કાલિક સારવાર માટે ફાંફા મારવા પડે છે. 64 ગામના લોકોને સારવાર માટે અન્ય તાલુકામાં જવું પડે છે.

વિરપુર તાલુકાના સરકારી દવાખાનામાં એક જ મેડિકલ ઓફિસર હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.અકસ્માતના કિસ્સામાં તાત્કાલિક સારવાર મેળવવાની હોય ત્યારે મુશ્કેલી સર્જાય છે. બે દિવસ પહેલા વીરપુર પોલીસ એક આરોપીને સરકારી દવાખાને લાવી હતી પરંતુ ડોક્ટર ન હોવાને કારણે પોલીસને પણ પાછા ફરવાનો વારો આવ્યો હતો.બે દિવસ અગાઉ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું હતું અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હતા પરંતુ ડોક્ટર ન હોવાને કારણે મૃતક વ્યક્તિ સાથે ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓ એક કલાક સુધી દવાખાના બહાર ડોક્ટર ન હોવાને કારણે રજડતા રહ્યા હતા.

મહીસાગર જિલ્લાના વીરપુરમાં આવેલા સરકારી દવાખાનામાં એક જ ડોક્ટર હોવાથી તાલુકાની પ્રજાને વારંવાર હેરાનગતિ ભોગવવી પડી રહી છે. વીરપુર તાલુકામાં અંદાજિત ૬૨ ગામડા આવેલા છે.

  આ તમામ ગામના દર્દીઓ સારવાર લેવા માટે દૂર દૂરથી વિરપુર સરકારી દવાખાને આવતા હોય છે પરંતુ ઘણીવાર ડોક્ટર ની જગ્યા ખાલી હોવાને કારણે દર્દીઓને સારવાર કર્યા વિનાજ વીલા મોઢે પાછા ફરવું પડે છે. જેના કારણે સમય-અને નાણાંનો વ્યય થવા પામે છે અને ગરીબ પ્રજાના છૂટકે પ્રાઇવેટ દવાખાનામાં પૈસા ખર્ચીને સારવાર કરાવવા મજબુર બને છે.એક જ મેડિકલ ઓફિસરના ભરોષે વીરપુર સરકારી દવાખાનું ચાલી રહ્યું છે.ઘણીવાર કોઈ વ્યક્તિની હાલત ગંભીર હોય તે સમયે પણ ડોક્ટર ન હોવાને કારણે ગંભીર હાલતમાં દર્દીને વીરપુર થી ૨૫ કિમિ દૂર લઇ જવો પડતો હોય છે અને આ ૨૫ કિમિ અંતર કાપવામાં અંદાજિત ૪૫ મિનિટ જેટલો સમય વેડફાય જવાને કારણે ઘણા દર્દીઓનું મૃત્યુ થવા પામે છે. 

સમગ્ર વીરપુર તાલુકાની લાગણી સાથે માંગણી છે કે  આ બાબત પર ધ્યાન આપી ઝડપથી તત્કાલીન વીરપુર દવાખાનામાં ડોક્ટર ની ખાલી જગ્યા ભરવામાં આવે જેથી કરીને તાલુકાની ગરીબ પ્રજા પોતાની સારવાર પોતાના તાલુકાના દવાખાનામાં કરાવી શકે.તેવી ગ્રામજનોની માંગણી છે.