અત્યારે વેકેશનના માહોલમાં સૌને થોડી ફુરસદ છે ત્યારે આપણી સર્જન અને વકતૃત્વ શક્તિ ખીલે એવા હેતુથી સમસ્ત મહાજનના (ડો. ગીરીશભાઈ શાહ), કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ વિષયક ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી છે જેના વિષયો (૧) પર્યાવરણની જાળવણી શા માટે અનિવાર્ય ? (૨) East or West, Vegetarianism is the Best.. (૩)  પશુ- પક્ષીની સેવા પરમો ધર્મ રાખવામાં આવ્યા છે.

ઉપરોક્ત વિષયોને કેન્દ્રમાં રાખી આપે આપના વક્તવ્યનો વિડિયો તા.3૧,મે,૨૦૨૪ સુધી મોકલી આપવો. વીડિયોમાં અવાજની ક્વોલિટી ધ્યાનમાં લેવામાં આવશે. વિડિયો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સિંધી કે કોઈપણ ભારતીય ભાષામાં રેકોર્ડ કરી શકાશે. વિડિયો મહત્તમ ત્રણ મિનિટનો હોવો જોઈએ. ત્રણ મિનિટથી વધારે હશે તો રદબાતલ ગણાશે. આ સ્પર્ધામાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકે છે

સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને E-certificate આપવામાં આવશે તેમજ વિજેતાને સંસ્થા દ્વારા આકર્ષક ઇનામો આપવા માં આવશે . જેમાં  પ્રથમ વિજેતાને 2500, દ્વિતીય વિજેતાને  1500, તૃતીય વિજેતાને 1001 અને અન્ય 10 વિજેતાઓને 501નું  રોકડ ઈનામ આપવામા આવશે.. તેમજ બાળકો સહિત સારા વક્તાઓને karuna talks માં આમંત્રિત કરીને તેમનું ઇન્ટરવ્યૂ કરવામાં આવશે જે  ડિજિટલ માધ્યમ દ્વારા લાખો લોકો સુધી  પહોંચશે.

આપનો વિડિયો તા. ૩૧/૦૫/૨૦૨૪ સુધીમાં મહેક હિંડોચા – મો. નં 8401401081, ભૂષિત શુક્લ – 9016696380  ઉપર વહેલા માં વહેલી તકે મોકલી આપવા વિનંતી કરાઈ છે. છેલ્લાં બે દિવસ બાકી છે તો વધુમાં વધુ વકતૃત્વ સ્પર્ધામાં જોડાવ અને ઇનામો પ્રાપ્ત કરો. 

સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે. તેની વધુ માહિતી માટે મહેક હિંડોચા – 8401401081, ભૂષિત શુક્લ – 9016696380 પર સંપર્ક કરવા સમસ્ત મહાજનના ડો.ગીરીશભાઈ શાહ, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.