ઐશ્વર્યા અને આરાધ્યાએ કેક કાપી. 

ઐશ્વર્યા હાથમાં પ્લાસ્ટર સાથે કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ગઈ ત્યારે પણ અભિષેક સાથે ન હતો.

ઐશ્વર્યા રાયનાં માતા વૃંદા રાયની બર્થ ડે પાર્ટીમાં અભિષેક બચ્ચનની ગેરહાજરી ચર્ચાના ચગડોળે ચઢી છે. આ અગાઉ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કે પછી લોકસભા ચૂંટણીના મતદાન વખતે પણ અભિષેક પત્ની સાથે દેખાયો ન હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા કેક કટિંગ વખતે જોવા મળે છે. આ  પાર્ટીમાં બીજા  પરિવારજનો પણ હાજર હોવાનું વર્તાય છે. જોકે, અભિષેક બચ્ચનની ગેરહાજરી ઊડીને આંખે વળગે તેવી છે. અભિષેકે સાસુની બર્થ ડે વિશે ઐશ્વર્યાની પોસ્ટને લાઈક કે કોમેન્ટ કરી હોય તેવું પણ મોડે સુધી જોવા મળ્યું ન હતું. અનેક ચાહકોએ અભિષેકની ગેરહાજરી વિશે સવાલો ઉઠાવ્યા છે. ચાહકોએ નોંધ્યું હતું કે થોડા   દિવસો  પહેલાં ઐશ્વર્યા રાય ભાંગેલા હાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. એરપોર્ટ પર તથા ફેસ્ટિવલમાં પણ   સર્વત્ર આરાધ્યા માતાને દોરી જતી હોય તેવા વીડિયો જોવા મળ્યો હતો. તાજેતરમાં મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થયું ત્યારે પણ ઐશ્વર્યા રાય  એકલી જ મતદાન કરવા પહોંચી હતી. બોલીવૂડના કેટલાંય કપલ સાથે સાથે મતદાન કરવા પહોંચ્યાં હતાં પરંતુ ઐશ્વર્યા એકલી જ જોવા મળી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *