અગાઉ સપને ફિલ્મમાં સાથે દેખાયાં હતાંં.

એક્શન ફિલ્મનું શૂટિંગ શરુ પણ થઈ ગયું, સાઉથના ચેરનને દિગ્દર્શન સોંપાયું. 

કાજોલ અને પ્રભુ દેવા બંને ૨૭ વર્ષ પહેલાં ‘સપને’ ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતાં. એ ફિલ્મનું ગીત ‘ચંદા રે’ તેની ઉત્કૃષ્ટ કોરિયોગ્રાફી માટે આજે પણ જાણીતું છે. હવે કાજોલ અને  પ્રભુ દેવા ફરી એક ફિલ્મમાં સાથે આવવાનાં છે. સાઉથના ડાયરેક્ટર ચેરન આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ એકશન ફિલ્મનું પ્રાથમિક શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. આવતા મહિને મુંબઈમાં તેનું નવું શિડયૂલ યોજાવાનું છે જેમાં કાજોલ પણ ભાગ લેશે. આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરાયું નથી. ફિલ્મમાં પ્રભુ દેવા અને કાજોલના રોલ વિશે પણ હજુ વધુ વિગતો જાહેર કરાઈ નથી. કાજોલ તેની કેરિયરના નવા તબક્કામાં એક પછી એક પ્રોજેક્ટ સાવધાનીથી સિલેક્ટ કરી રહી છે. તે ટૂંક સમયમાં ક્રિતી સેનન સાથે ‘દો પત્તી’ ફિલ્મમાં દેખાવાની છે. આ ઉપરાંત ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘સરજમીન’માં પણ તેની મહત્વની ભૂમિકા છે.