દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટરિંગ પબ્લિક/ વાહન માલિકોને જણાવવાનું કે, Construction પ્રકારના વાહનો (OTH કેટેગરી)ની સીરીઝ જીજે-૩૭(એસ)ને ઓનલાઈન કરવામાં આવી છે. આ કેટેગરીમાં બાકી રહેલા સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે ઇ-ઓકસન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.જે અન્વયે ઓનલાનઇન અરજીનો સમયગાળો તા. ૨૭/૦૫/૨૦૨૪ થી તા. ૨૯/૦૫/૨૦૨૪ સુધીનો રહેશે. તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૯/૦૫/૨૦૨૪ થી ૩૧/૦૫/૨૦૨૪ સુધીનો રહેશે. આ અંગે ઇ-ઓકસનનું પરિણામ તારીખ ૩૧/૦૫/૨૦૨૪ના સાંજે ૦૪-૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યાર બાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહ ઉલ્લેખનીય છે કે, વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્યાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. પસંદગીના લાગેલ નંબરવાળા અરજદારોએ બીડ અમાઉન્ટના નાણાંનું ચુકવણું દિવસ પાંચમા ઓનલાઇન કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. આ ઈ ઑક્સનના અંતે અસફળ થયેલ અરજદારોને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ/ ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારશ્રીના તે જ ખાતામાં એસ.બી.આઇ. – ઇ પે દ્વારા પરત કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.