અનુરાગ કશ્યપની થ્રીલરમાં બોબી દેઓલ સાથે સાન્યા મલ્હોત્રા

ફિલ્મનું ટાઈટલ હવે પછી જાહેર થશે. 

આ ફિલ્મમાં હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદની પણ મહત્વની ભૂમિકા હશે.

અનુરાગ કશ્યપ બોબી દેઓલ અને સાન્યા મલ્હોત્રાને લીડ રોલમાં લઈ એક થ્રીલર ફિલ્મ બનાવી રહ્યો છે. હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. પરંતુ, તેનું શૂટિંગ મુંબઈમાં શરુ થઈ ચૂક્યું છે. મલયાલમ ફિલ્મોનો જાણીતો અભિનેતા જોજુ જ્યોર્જ પણ આ ફિલ્મની કાસ્ટમાં સામેલ છે. અનુરાગ કશ્યપ તેની સ્ટાઈલ  પ્રમાણે કેટલીક વાસ્તવિક ઘટનાઓનો આધાર લઈ આ હાર્ડ હિટિંગ થ્રીલર બનાવી રહ્યો હોવાનું કહેવાય છે.  ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ ‘એનએચ ૧૦’, ‘ઉડતા પંજાબ’ ના લેખક સુદિપ શર્માને સોંપવામાં આવ્યું છે. બોબી અને સાન્યાએ આ ફિલ્મ માટે સળંગ તારીખો ફાળવી છે. આથી આ વર્ષમાં જ ફિલ્મનું શૂટિંગ આપી વર્ષના અંત સુધીમાં તેને રીલિઝ કરી દેવાનું પ્લાનિંગ છે.