અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સાથે જોડાયેલા ૨૦ થી વધુ રાજ્યોના પત્રકાર મિત્રો સાથે થયેલ ચર્ચા બાદ એબીપીએસએસના અધ્યક્ષનુ ચૂંટણી પરિણામો બાબતનું સટીક આકલન..
• ૨૦૨૪ ની ચૂંટણીમાં ૨૦૧૪ કે ૨૦૧૯ જેવી કોઈ સ્પષ્ટ લહેર જોવા મળી રહી નથી.
• નરેન્દ્રમોદીની બ્રાન્ડ ઈમેજ છેલ્લા ૧૦ વર્ષમાં ઘસાઈ છે, પરંતુ હજૂ સુધી પૂરેપૂરી ખતમ થઈ નથી..
• વિપક્ષ, સત્તા પરિવર્તનના ઠોસ કારણો જનતાને પૂરેપૂરા સમજાવી શકેલ નથી કે કોઈ એવી સત્તા વિરોધી પ્રબળ લહેર ઊભી કરી શકેલ નથી.
• હિન્દુત્વ, રામમંદિરની પણ કોઈ પ્રચંડ લહેર જમીન પર જોવા મળી રહી નથી.
• બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે.
• રાહુલગાંધીની ભારત જોડો અને ન્યાય યાત્રા ને કારણે ૨૦૧૯ કરતા કોંગ્રેસ વધુ મજબૂત રીતે ૨૦૨૪ માં ચૂંટણી લડી રહી છે.
• પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યોમાં હજુ પણ તાકાતથી ચૂંટણી લડી રહ્યા છે.
• ઇન્ડિયા ગઠબંધનની ચોક્કસ અસર જોવા મળી રહી છે, પરંતુ તે છ મહિના મોડું પડ્યું છે.
• ખેડૂત આંદોલનની અસર પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ યુપીમાં જોવા મળી રહી છે.
• ૨૦૨૪ માં મતદાર પ્રમાણમાં મૌન અને અકળ છે, એટલે કોઈપણ અનુમાન પરિણામના દિવસે ખોટું સાબિત થઈ શકે તેમ છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને પાંચ તબક્કાના ચૂંટણી અભિયાન બાદ એવું કહી શકાય કે..
• ભાજપ કોઈપણ સંજોગોમાં ૪૦૦ પાર જઈ રહી નથી..
• કોંગ્રેસનું ચૂંટણી અભિયાન વ્યક્તિગત ૧૦૦ બેઠકો નીચે અટકી જશે.
• ઇન્ડિયા ગઠબંધન પ્રમાણમાં સારો દેખાવ કરશે પણ સત્તા સુધી નહી પહુચી શકે.
• ભાજપ ૨૦૧૯ કરતા વ્યક્તિગત રીતે નબળું પ્રદર્શન કરશે અને કેટલીક બેઠકો ગુમાવશે.
•એનડીએની સરકાર બનવાના ચાન્સ ઇન્ડિયા કરતા બે ગણા કહી શકાય, સરકારમાં ભાજપના સાથી પક્ષો હાવી વધુ રહે.
• ૨૦૧૯ નાં મુકાબલે વિરોધપક્ષ વધુ મજબૂત બનશે અને આગામી પાંચ વર્ષમાં સત્તાની સાઠમારી વધશે.
• દક્ષિણ ભારતમાં ભાજપનો વોટ શેર વધશે પરંતુ બેઠકો ઘટશે. 
• પશ્ચિમ ભારતમાં પણ ભાજપની બેઠકો ઘટશે.
• ઉત્તર ભારતમાં પ્રાદેશિક પક્ષો વધુ મજબૂતાઇથી ભાજપનો સામનો કરી રહ્યા છે.
• ઉત્તર-પૂર્વ ભારતમાં ભાજપ યથા સ્થિતી જાળવી રાખશે વધુમાં વધુ બે -ત્રણ બેઠકો ઘટશે.
જિજ્ઞેશ કાલાવડિયા (રાષ્ટ્રીય અધ્યક્ષ) ABPSS