ટીવી બાદ હવે બોલિવુડમાં પોતાના પગ જમાવવાનો પ્રયત્ન કરી રહેલી અંકિતા લોખંડે એક વખત ફરી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા અંકિતા બિગ બોસ 17ને લઈને ચર્ચામાં હતી. શોમાં તે પોતાના બિઝનેસમેન પતિ વિક્કી જૈનની સાથે પહોંચી હતી.

રિયાલિટી શોમાં બન્નેની વચ્ચે સતત ખટ-પટ જોવા મળી. હવે અંકિતા પોતાના એક લેટેસ્ટ વીડિયોને લઈને ચર્ચામાં છે. આ વીડિયોમાં અભિનેત્રીને શોટ્સ પહેરીને એક મંદિરની બહાર જોઈ શકાય છે. શોટ્સ પહેરીને મંદિર જવા પર અંકિતા લોખંડે ખૂબ જ ટ્રોલ થઈ રહી છે.

મંદિર બહાર શોટ્સ પહેરીને જોવા મળી અંકિતા

મુંબઈમાં એક મંદિરથી બહાર નિકળતા અંકિતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે શોટ્સ પહેરેલી જોવા મળી રહી છે. હવે અંકિતા શોટ્સ પહેરીને મંદિર જવાના કારણે ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર અમુક લોકોને એક્ટ્રેસનું આમ ટૂંકા કપડા પહેરીને મંદિર જવું પસંદ નથી આવ્યુ અને અભિનેત્રીને નિશાન પર લેવાનું શરૂ કરી દીધુ છે.