ચેન્નાઈ પૂરમાં ડૂબ્યો થલાઈવા રજનીકાંતનો આલીશાન બંગલો

ચક્રવાતી તોફાન મિચોંગે આંધ્રાપ્રદેષ તમિલનાડુમાં તબાહી મચાવી દીધી છે. જેના કારણે ચેન્નાઈની સાથે સાથે અન્ય અનેક જિલ્લાઓમાં પણ ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘરોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. VIP વિસ્તારો પણ આવી સ્થિતિમાંથી બચ્યા નથી. ચેન્નઈના રહેણાંક વિસ્તારમાં આવેલું સુપરસ્ટાર રજનીકાંતનું ચેન્નાઈ હાઉસ પણ પાણીમાં ડૂબ્યુ છે. તેના ઘરની બહારથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેનો આલીશાન બંગલો પાણીમાં ડૂબેલો જોવા મળે છે.

ચેન્નઈ પૂરમાં ડૂબ્યુ રજનિકાંતનું ઘર

રજનીકાંતના બંગલાની બહારથી કોઈએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં અભિનેતાના ઘરની આસપાસ ઘણું પાણી જોવા મળી રહ્યું છે. આ પછી, વિડિયોમાં અભિનેતાના બંગલાનો ગેટ દેખાય છે અને અહીં પણ ચારેબાજુ પાણી જ દેખાય છે.

ગેટ પર હાજર સુરક્ષાકર્મીના પગની ઘૂંટી-ઊંડા પાણીમાં પોતાનું કામ કરતા જોવા મળે છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે રજનીકાંત તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે રજનીકાંતનું આ ઘર પોસ ગાર્ડનમાં આવેલું છે, જ્યાં ચક્રવાત મિચોંગને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ વિસ્તામાં કેટલુ પાણી ભરાયું છે.