સ્ટોક માર્કેટમાં રેકોર્ડ : 303 પોઈન્ટ ઉછાળા સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો સેન્સેક્સ

આજે સેન્સેક્સ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે, તો નિફ્ટી પણ પ્રથમવાર 21000ને પાર પહોંચડામાં સફળ રહ્યો છે. સપ્તાહના છેલ્લા દિવસે સ્ટોક માર્કેટ ઉછાળા સાથે બંધ થયું છે. ભારતીય રિઝર્વ બેંકે સતત પાંચમી વખત વ્યાજ દર 6.5% પર યથાવત્ રાખતા ઉપરાંત અર્થવ્યવસ્થા પણ મજબૂત હોવાની માહિતી બાદ રોકાણકારોએ શેર માર્કેટમાં ભારે ખરીદી કરી. આજે સ્ટોક માર્કેટ 304 પોઈન્ટના ઉછાળા સાથે 69,825 પર બંધ થયું, તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 69 પોઈન્ટના ઉછાળા સાથે 20,970 પોઈન્ટ પર બંધ થયો છે.

બેન્કિંગ સેક્ટરોમાં તેજી

આજે બેન્કિંગ સેક્ટરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. ઉપરાંત આઈટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં પણ તેજી તેમજ ઓટો, ફાર્મા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ્સ, એફએમસીજી સેક્ટરના સ્ટોકમાં વેચવાલી જોવા મળી. જ્યારે મિડ કેપ અને સ્મૉલ કેપ સ્ટોક્સની તેજી પર બ્રેક લાગી. મિડ અને સ્મોલ કેપ બંને સ્ટોક્સના ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા. સેન્સેક્સના 30 સ્ટોક્સમાંથી 20 સ્ટોક્સમાં તેજી તો 10 સ્ટોક્સ ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 સ્ટોક્સમાંથી 24માં તેજી અને 26 સ્ટોક્સ ઘટાડા સાથે બંધ થયા.

માર્કેટ કેપમાં ઘટાડો

રવિવારે ભાજપની પ્રચંચ જીત બાદ સોમવારથી માર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી, રોકાણકારોની સંપત્તિમાં પણ ધરખમ વધારો થયો… છેવટે સપ્તાહના અંતે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ લીલા નિશાને બંધ થયો, પરંતુ લિસ્ટેડ સ્ટોક્સના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો. આજના ટ્રેન્ડમાં બીએસઈ માર્કેટ કેપ 349.36 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે, જ્યારે ગત સપ્તાહએ 350.17 લાખ કરોડ નોંધાયું હતું. માર્કેટ કેપમાં ગત સપ્તાહ કરતાં આ સપ્તાહે 81000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.