વડોદરાના વિવિધ વિસ્તારમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ તૈયાર થયેલા રહેણાંક સંકુલોમાં બનાવવામાં આવેલી 257 દુકાનો જેમ છે એ સ્થિતિમાં જાહેર હરાજી ગાંધીનગર ગૃહ ખાતે. આગામી તા.23 જાન્યુઆરીએ કરાશે આ અંગેની વધુ વિગત પાલિકાની વેબસાઈટ પર જોઈ શકાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ વડોદરાના વિવિધ વિસ્તારમાં તૈયાર કરાયેલા રહેણાંક સંકુલમાં બનાવાયેલી દુકાનો માલિકી ધોરણે વેચાણ કરાશે આ અંગે ઓર્ગેનાઇઝરો ડેવલપરો વિવિધ સંસ્થાઓ હોલસેલ ડીટેલ માર્કેટ બેંક ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ-વ્યક્તિઓ તથા અન્યો પણ લાભ મેળવી શકશે. જેમાં અનુસૂચિત જાતિ-જનજાતિ તથા બક્ષીપંચ અને દિવ્યાંગનો માટે અનામત રાખવામાં આવી છે. જેમાં હરણી, સમા, આટલાદરા-સન ફાર્મા, કારેલીબાગ, સયાજીપુરા, તાંદળજા, વાસણા સહીત ગોત્રી જેવા વિકસિત વિસ્તારમાં આ દુકાનો છે. આ દુકાનો જ્યાં છે જેમ છે એ સ્થિતિમાં માલિકી ધોરણે ખરીદવા ઈચ્છુકો માટે અરજી મંગાવવામાં આવી છે. આ અંગેની તમામ વિગતો આજથી તા.07મી ડિસેમ્બરથી પાલિકાની વેબસાઈટ પર જોઈ શકાશે.

આ તમામ દુકાનોની હરાજી જયુબેલીબાગ પાસે, નગર ગૃહ ખાતે આગામી 2024ના જાન્યુઆરી માસની તા.23મીએ કરાશે. આ અંગે દુકાનો સંદર્ભની અનામતની રકમ તથા અન્ય નીતિ નિયમો પાલિકાની વેબસાઈટ પર જોઈ શકાશે આ ઉપરાંત વધુ વિગતો માટે કાર્યપાલક ઇજનેરની કચેરી, એફોર્ડેબલ હાઉસિંગ સેલ, રાવપુરા કન્યા શાળા નં.3 પ્રતાપ રોડ રાવપુરા ખાતેથી મળી શકશે.

આ હરાજીમાં ભાગ લેવા ઈચ્છુકોએ અરનેસ્ટ મનીની રકમ, તેમજ હરાજી અંગે જરૂરી પુરાવા દસ્તાવેજો હાર્ડ કોપીમાં પાલિકાની કચેરીએ આગામી તા.17 જાન્યુઆરી બાદ સાંજે 5 વાગ્યા પહેલા મળી રહે એવી રીતે પહોંચાડવાના રહેશે.