ખેડા સીરપકાંડનું પગેરું વડોદરા પહોંચ્યું, વડોદરાનો સૂત્રધાર નિતીન મુંબઈ ફરાર

પાંચ જણાનો ભોગ લેનાર બહુચર્ચિત ખેડા સીરપકાંડનું પગેરું વડોદરા પહોંચ્યું છે. ખેડા પોલીસે સીરપના બંને સપ્લાયર ની તપાસ માટે વડોદરા પોલીસની મદદથી છે.   

કાલ મેઘાસવ નામની આયુર્વેદિક સીરપ નો નશો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોવાથી ખેડા જિલ્લામાં સીરપકાંડ સર્જાયો હતો અને તેમાં પાંચ જણા ના મોત થતા રાજ્યભરમાં ચકચાર વ્યાપી છે. સીરપકાંડની પોલીસ તપાસ દરમિયાન શંકાસ્પદ જથ્થાની અંદર મિથાઈલ આલ્કોહોલ નું મિશ્રણ મળી આવ્યું છે જેને કારણે તેનું સેવન કરનારાઓ ના મોત નિપજ્યા હતા.      

ઝેરી સીરપ સપ્લાય કરવામાં વડોદરાના ગોરવા વિસ્તારમાં શિવ ભક્તિ ફ્લેટમાં અગાઉ રહેતા નીતિન કોટવાણી તેમજ ભાવેશ સાવકાણીના નામો ખુલ્યા છે. જે પૈકી નિતીન કોટવાણી વર્ષ 2021 માં ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવતી ફેક્ટરીના કેસમાં વડોદરા પોલીસના હાથે ઝડપાયો હોવાની વિગતો ખૂલી છે.

કેમિકલ ના બે નંબર ધંધામાં માહેર એવા નિતીન કોટવાણી મુંબઈ ફરાર થઈ ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત વડોદરા પોલીસની જુદી જુદી ટીમો ભાવેશને પણ શોધી રહી છે.