વડોદરામાં નશાનો કારોબાર કરનાર ફરાર અનવર શેખ આખરે ઝડપાયો

વડોદરા જિલ્લામાં નશાનો કારોબાર કરનાર અને લાંબા સમયથી ફરાર આરોપીને જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો. 

અંગેની વિગત એવી છે કે વડુ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે એનડીપીએસ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેમાં અનવર ઉર્ફે સુરતી કાસમ શેખ રહે. ભોજ કેનાલ પાસે તાલુકો પાદરા છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો. પોલીસ તેને શોધતી હતી પરંતુ ઝડપાતો ન હતો. દરમિયાન પાદરા તાલુકાના ગામથી અંબાળા સુધી તે જવાનો છે તેવી બાતમીના આધારે એસઓજીએ વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ અનવરની સામે નશાના કારોબારનો ગુનો નોંધાયો હતો.