પોલીસ વિભાગમાંથી એકસાથે 193 જેટલા પોલીસ કર્મીની આંતરિક બદલી

વડોદરા શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ૧૯૩ જેટલા પોલીસ કર્મચારીઓની એકસાથે આંતરિક બદલીના હુકમ પોલીસ કમિશનર દ્વારા કરાયા છે. બદલીના સ્થળે તાત્કાલિક અસરથી હાજર થવા પણ ફરમાન કરાયું છે.

તત્કાલીન પોલીસ કમિશનર ડોક્ટર સમશેરસિંઘ દ્વારા ૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓની એક સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેટલાક પી.આઇ.ઓની પણ આંતરિક બદલી કરાઈ હતી. હાલમાં શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા હેડ કોસ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઇ અને અને એલઆરડીના જવાનો મળી ૧૯૩ જેટલા સુરક્ષા કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. દરેક પોલીસ કર્મીને તેમની જગ્યા પરથી કરાયેલી બદલીને સ્થળ પર વહેલી તકે હાજર થવા પણ પોલીસ કમિશનર દ્વારા હુકમ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક વિભાગમાંથી એક સાથે ૬૦ જેટલા કર્મચારીઓને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.