નવા વર્ષના દિવસે થયેલી ઝઘડાની અદાવત રાખી બે ભાઈઓ પર ચાકુ વડે જીવણ હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતો અંકિત અરવિંદભાઈ માં છે માંજલપુર ખાતે નામની ઓફિસમાં માર્કેટિંગ ની નોકરી કરે છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 14 મી તારીખે અમારા મહૉલામાં રહેતા બે છોકરાઓ સાથે ઉત્તમ જયસ્વાલને ઝઘડો થયો હતો જેથી ઉત્તમને સમજાવવા માટે હું તથા મારું ભત્રીજો કૌશલ ગયા હતા ત્યારે તમે અમારી સાથે પણ ઝઘડો કર્યો હતો ત્યારબાદ ગઈકાલે રાત્રે 9:30 વાગે હું તથા મારા મિત્રો ઘરની બહાર બેઠા હતા તે વખતે મારો મિત્ર અંકિત કનોજી આવ્યો હતો અને મને કહ્યું હતું કે આપણા મહોલ્લામાં રહેતા અભય જાદવે મહોલાના નાકા પાસે આવ્યો હતો અને મને ગાળો આપી મારી સાથે ઝઘડો કરી જતો રહ્યો છે. જેથી મારો ભાઈ હિરેન અને હું સમજાવા માટે ગયા હતા તે વખતે ત્યાં મનીષ ઉર્ફે નથથું તથા સુમન કનોજીયા પણ હતા મારો ભાઈ હિરેન ઉત્તમ જયસ્વાલને સમજાવતો હતો તે દરમિયાન અભય જાદવ એકટીવા લઈને આવ્યો હતો ને ઝઘડો શરૂ કર્યો હતો. મનીષ અને સુમને મારા ભાઈને પકડી રાખ્યો હતો જ્યારે અભય મારા ભાઈને છાતીમાં ચપ્પુનો ઘા મારી દીધો હતો હું છોડાવવા જતા ઉત્તમ જઈશવાલે મને છાતીમાં ચપ્પુ નો ઘા મારી દીધો હતો દરમિયાન લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા