મધુર મિત્તલ પોતાની સામેના રેપ કેસ પર ફિલ્મ બનાવશે

‘સ્લમડોગ મિલિયોનર’ ફિલ્મથી જાણીતો અભિનેતા મધુર મિત્તલ તેની પર લાગેલા બળાત્કારના આરોપ તથા તે પછીની પરિસ્થિતિ પર જાતે જ એક ફિલ્મ બનાવી રહ્યો છે.

૨૦૨૧માં મધુર મિત્તલની ભૂતપૂર્વ પ્રેમિકાએ તેના પર બળાત્કારનો આરોપ મુક્યો હતો.

હવે બે વરસ પછી મધુર પોતાન ીઆગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. જેમાં તે પોતાના આ અંગત જીવનના કડાવા અનુભવો ઉતારવાનો છે.પોતે જ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખશે અને દિગ્દર્શન પણ કરશે.

 તેણે જણાવ્યું હતું કે, હું એક એવી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો  જે સંપૂર્ણ રીતે મારા જીવન પર આધારિત છે. મારી પાસે એક એવુ ંમાધ્યમ છે જેના દ્વારા હું મારી આપવીતી જણાવી શકીશ. મારા પર જેવો આરોપ હતો તેવા જ આરોપો માટે મારી જ વયના સેંકડો યુવાનો જેલમાં બંધ છ તેમના બાબતે પણ કોઈએ વિચારવું જોઈએ.