આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમત દોઢ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ 1 મહિનાના ઉચ્ચ સ્તરે કારોબાર કરી રહ્યો છે. ભારતમાં વાયદા બજારમાં સવારે 10.30 વાગે ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો 

બુલિયન બજાર ફરી એકવાર ધમધમતું બન્યું છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે આંતરરાષ્ટ્રીય  સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમત દોઢ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ 1 મહિનાના ઉચ્ચ સ્તરે કારોબાર કરી રહ્યો છે. ભારતમાં વાયદા બજારમાં સવારે 10.30 વાગે ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો

સ્થાનિક બજારમાં સોનું અને ચાંદી

સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ ફ્લેટ છે. MCX પર સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ફેરફાર નોંધાઈ રહ્યો છે. સોનાની કિંમત 80 રૂપિયા વધીને 60802 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ચાંદીની કિંમત પણ 50 રૂપિયા મજબૂત થઈને 73410 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

સોના ચાંદીના ભાવ

  • MCX GOLD    60800.00  + 78.00 (0.13%) – Nov 17, 10:48
  • MCX SILVER 73263.00  – 97.00 (-0.13%) – Nov 17, 10:48

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું

ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનાની કિંમત દોઢ સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહી છે. COMEX પર સોનાનો દર ઓન દીઠ $1990 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી પણ 24 ડૉલરની નજીક પહોંચી ગઈ છે. COMEX પર સોનાને US FED દ્વારા વ્યાજદરમાં વધારાને રોકવાના ટ્રિગરથી ટેકો મળી રહ્યો છે. જો કે, ભાવ $20 વધીને નવા શિખરે પહોંચ્યા. ચાંદી પણ 1 મહિનાની ટોચે પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *