મૃણાલ ઠાકુર અને બાદશાહ ડેટિંગ કરી રહ્યા હોવાની અટકળ

મૃણાલ  ઠાકુર અને રેપર બાદશાહ હાલ એક વીડિયોને કારણે ચર્ચામાં છે. આયુગલ એક દવાળી પાર્ટીમાં હાથમાં હાથ પરોવીને જોવા મળ્યું હહતો.  જેનો  વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમની આ રોમાન્ટિક અદા પરથી તે ઓ ડેટ કરી રહ્યા હોવાની અટકળ ફેલાઈ છે. રસપ્રદ વાત તો એ છે કે, મૃણાલે  પોતે જ આ પાર્ટી વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમાં તેણે તે અને બાદશાહ હાથમાં હાથ પકડીને આવ્યા છે તે પોસ્ટનો પણ સમાવેશ થાય છે. જોકે, બાદશાહ તથા મૃણાલ બંને માટે અન્ય સાથે ડેટિંગની વાત અગાઉ ચર્ચાઈ ચુકી છે. મૃણાલ સાઉથના એક સ્ટારને ડેટિંગ કરી રહી હોવાની વાત થોડા સમય પહેલાં ફેલાઈ હતી. 

બીજી તરફ આ વરસની શરૂઆતમાં એવી અફવા ચગી હતી કે, બાદશાહ પોતાની  પ્રેમિકા ઇશા રિખી સાથે લગ્ન કરવાનો છે. તે જલદી  જ  ઉત્તર ભારતના એક ગુરુદ્વારામાં લગ્ન કરવાનો  છે તેમ સૂત્રે જણાવ્યું હતું.